આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણ યથાવત રહેવા પામ્યું છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. છેલ્લા ઘણા દિવસથી ગ્રામ્ય વિસ્તારમાં શહેરો કરતાં વધુ કેસો નોંધાઇ રહ્યા છે. આજે મહેસાણા જિલ્લામાં 498 કોરોના કેસ પોઝિટીવ જોવા મળ્યા છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં 271 તથા શહેરી વિસ્તારમાં 227 કેસ જોવા મળ્યા છે. નોંધપાત્ર છેકે ગઇકાલથી કડી અને વિસનગર શહેરમાં રાત્રી 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનુ કફર્યુનો અમલ શરૂ થયો છે.

મહેસાણા જિલ્લાની કોવિડ હોસ્પિટલો હાઉસફુલ છે. હોસ્પિટલો બહાર 108 તથા ખાનગી ગાડીઓની લાઇન લાગી રહી છે. રેમડેસિવિર ઇન્જેક્શન, બેડ, ઓક્સિજન, વેન્ટીલેટર વગેરેની સુવિધાઓ મેળવવા દર્દીઓના સગાવહાલા દોડધામ કરી રહ્યા છે. કોરોનાની બીજી લહેર જનતા માટે ધાતક કોરડો વીંઝી રહી છે. જ્યારે આજે 498 પોઝિટીવ નોંધાયા છે. જ્યારે 303 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા રજા અપાઇ છે. જિલ્લાના એક્ટીવ કેસ 5221 નોંધાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

શહેરી વિસ્તારમાં મહેસાણા શહેર-92 તથા વિસનગરમાં 57 કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામિણ વિસ્તારમાં સૌથી વધુ વિસનગર 67, મહેસાણા તાલુકામાં 28, તથા વિજાપુર તાલુકાના ગામોમાં 45 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારના પીએચસી સેન્ટરોમાં કોવિડ સેન્ટરની સુવિધાઓ પુરતા પ્રમાણમાં મળતી ન હોવાથી તેમજ માત્ર પ્રાથમિક સારવાર કરી લોકો ઘરે પરત ફરે છે. પરંતુ બે દિવસ બાદ આ રોગ વકરતાં સારવાર માટે દોટ મુકવી પડે છે. પીએચસી સેન્ટરોમાં ઓક્સીજન તથા વેન્ટીલેટરના અભાવ અને કોવિડની પુરી સારવાર કરવા સક્ષમ ન હોવાના લીધે તંત્ર દ્રારા ગ્રામ્ય વિસ્તારોમાં સગવડ ઉભી કરે તેવી તાતી માંગ છે. મહેસાણા શહેરમાં છેલ્લા એક પખવાડીયાથી રાત્રે કરફ્યુનો અમલ ચાલુ છે. તેવામાં રાજ્ય સરકાર દ્રારા ગુજરાતના અન્ય શહેરોમાં પણ રાત્રી કરફ્યુના અમલની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મહેસાણા જિલ્લાના વિસનગર અને કડી શહેરનો પણ સમાવેશ થાય છે.

મહેસાણામાં 12મી મે સુધી જાહેરનામાનો અમલ કરાશે

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા ગૃહ વિભાગના જાહેરનામાને ધ્યાને લઇ મહેસાણા શહેરમાં 12મી મે સુધી ફક્ત મેડિકલ સ્ટોર, દુધ કેન્દ્ર, કરીયાણાની દુકાનો, ઘંટી તથા જાહેરનામાં પરવાનગી આપેલ એકમોજ ખુલ્લા રાખી શકાશે. આ સિવાયના તમામ એકમો બંધ રાખવા મહેસાણા પાલીકાએ સુચના કરી છે. મંજુરી સિવાયના એકમો ખુલ્લા જણાશે તો જાહેરનામા ભંગની કાર્યવાહી કરી તેવા એકમો સીલ કરાશે.

મહેસાણા જિલ્લામાં દર એક કલાકે 20 દર્દીઓ

મહેસાણા શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. રોજના સરેરાશ 400 થી 450 નવા પોઝિટીવ કેસો ઉમેરાઇ રહ્યા છે. તો આજરોજ 498 કેસ નોંધાયા છે. આમ જિલ્લામાં પ્રતિકલાક કોરોના પોઝિટીવ નવા 20 કેસો ઉમેરાઇ રહ્યા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code