આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા સ્થિત ONGCની કામગીરી સામે છેલ્લા કેટલાક સમયથી સરપંચો, આગેવાનો, કામદારો અને જમીન ગુમાવનારાઓ લાલઘુમ છે. બધાય ભેગા મળીને બેઠક કર્યા બાદ આવેદનપત્ર આપવા દરમ્યાન હોબાળો મચી ગયો હતો. ભારે ગરમાગરમીના માહોલમાં ONGCના અધિકારીઓ સામે ગંભીર ટિપ્પણી થતાં તેલ આલમમાં ચકચાર મચી ગઇ છે. ONGCના અધિકારીઓ શરાખ અને પાર્ટીના શોખીન હોવાનું સરપંચોએ આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે.

મહેસાણા અને પાટણ જીલ્લાના વિવિધ ગામોના સરપંચો અને આગેવાનોએ ONGCને લગતા પ્રશ્નો બાબતે સંમેલન બોલાવ્યુ હતુ. જેમાં વિકાસ માટે ગ્રાન્ટ, આરોગ્ય અને શિક્ષણની વ્યવસ્થા, રોજગારી, જમીનના ભાડામાં વધારો, કોન્ટ્રાક્ટરોનો ત્રાસ દૂર કરવો તે સહિતની સમસ્યાઓ અંગે ચર્ચા કરી હતી. બેઠકને અંતે સરપંચો અને આગેવાનોએ ONGC ભવન પહોંચી આવેદનપત્ર આપવા જતાં ઘર્ષણ થયુ હતુ. આ દરમ્યાન ગંભીર આક્ષેપો કરતા મામલો ગરમાયો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કેટલાક સરપંચોએ જાહેરમાં ONGCના અધિકારીઓ શરાબ અને પાર્ટીના શોખીન હોવાનો આક્ષેપ કર્યો છે. બિનગુજરાતી અધિકારીઓ અવાર-નવાર પાર્ટી કરી ખેડુતોની સમસ્યાઓ સામે નજરઅંદાજ કરતા હોવાનો ગંભીર આક્ષેપ લગાવતા ONGC કર્મચારી આલમમાં ચકચાર મચી ગઇ છે. ખેડુતોના આવેદનપત્ર આપવા દરમ્યાન મહેસાણા એસેટ મેનેજરને બદલે તેમના પ્રતિનિધિ આવતાં રજૂઆતકારો નારાજ બન્યા હતા.

ફરી એકવાર ONGC દ્વારા ગ્રામ પધાનોનું અપમાન

મહેસાણા અને પાટણ પંથકના ગ્રામ પધાનો પોતાની સમસ્યાને લઇ ONGC ભવન દોડી ગયા હતા. જયાં ફરી એકવાર ONGCના સત્તાધિકારીઓ ઘ્વારા અપમાન થયુ હોવાનું સામે આવ્યુ છે. સરપંચોને મુખ્ય ગેટ ઉપર અટકાવી દઇ એકપણ ગ્રામ પ્રધાનને એસેટ મેનેજર સુધી પહોંચવા દીધા નથી. માત્ર મળીને રજૂઆત કરવા જતા ગ્રામ પધાનો પૈકી તમામને નજરઅંદાજ કરી અપમાન કર્યુ હોય તેમ KDM ભવનમાં પ્રવેશ અટકાવ્યો હતો. ભારે નારાજગીને અંતે ONGCના એક અધિકારી બહાર આવતા આવેદનપત્ર અપાયું હતુ.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code