ગંભીર@મહેસાણા: સર્વે નંબરમાંથી ખેડૂતોના નામો ગાયબ, બેઠકમાં સંઘનો ખુલાસો

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લામાં સર્વે નંબર અને ખેડૂતોના નામો ગાયબ થયા હોવાની ચોંકાવનારી રજૂઆત થઈ છે. રિસર્વેમાં હજારો ખાતા નંબર લોક થયા હોવાનો ખુલાસો ખેડૂતસંઘે કર્યો છે. કલેક્ટર સહિતના અધિકારીઓ સાથેની બેઠકમાં સંઘના આગેવાનોએ સનસનીખેજ પ્રશ્નોની ઝડી વરસાવી હતી. ખાણ ખનીજ બાબતે હપ્તા લેવાના હોવાનો આક્ષેપ કરતાં ખળભળાટ મચી ગયો છે. અટલ સમાચાર આપના
 
ગંભીર@મહેસાણા: સર્વે નંબરમાંથી ખેડૂતોના નામો ગાયબ, બેઠકમાં સંઘનો ખુલાસો

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લામાં સર્વે નંબર અને ખેડૂતોના નામો ગાયબ થયા હોવાની ચોંકાવનારી રજૂઆત થઈ છે. રિસર્વેમાં હજારો ખાતા નંબર લોક થયા હોવાનો ખુલાસો ખેડૂતસંઘે કર્યો છે. કલેક્ટર સહિતના અધિકારીઓ સાથેની બેઠકમાં સંઘના આગેવાનોએ સનસનીખેજ પ્રશ્નોની ઝડી વરસાવી હતી. ખાણ ખનીજ બાબતે હપ્તા લેવાના હોવાનો આક્ષેપ કરતાં ખળભળાટ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર અને ભારતીય ખેડૂત સંઘ વચ્ચે ગુરુવારે મિટિંગ મળી હતી. જેમાં સંઘના હોદ્દેદારોએ ખેડૂતોને લગતા અનેક પ્રશ્નો રજૂ કર્યા હતા. ખાસ કરીને રિસર્વે દરમ્યાન થયેલી ગંભીર સ્થિતિ જણાવતાં ચોંક્યા હતા. જમીન રિસર્વે બાદ હજારો સર્વે નંબર, ક્ષેત્રફળ અને ખેડૂતોના નામો રેકર્ડમાંથી ગાયબ થયાનો ઘટસ્ફોટ કર્યો હતો. આ સાથે અનેક ખાતા નંબર ઘણા સમયથી લોક થઈ જતાં ખેડૂતો જમીનનાં ઉતારા મેળવી શકતા નથી. સરેરાશ 10 અત્યંત મહત્વની રજૂઆત પૈકી નામો ગાયબ થયાની બાબત ચોંકાવનારી બની છે. આથી કલેક્ટર સહિતનાએ વિગતો મેળવતાં રિસર્વે બાદ હજારો ખેડૂતો લાચારીમાં  હોવાનું ધ્યાને આવ્યું છે.

ગંભીર@મહેસાણા: સર્વે નંબરમાંથી ખેડૂતોના નામો ગાયબ, બેઠકમાં સંઘનો ખુલાસો

સમગ્ર મામલે ભારતીય કિસાન સંઘના છનાજી ઠાકોરે જણાવ્યું હતું કે, હજારો ખેડૂતો જમીન રિસર્વે બાદ મુશ્કેલી અનુભવી રહ્યા છે. ટેકનીકલ ભૂલોને કારણે અનેક ખેડૂતોને આજેપણ જમીનનાં ઉતારા મળતા નથી. રિસર્વે બાદ ઉદભવેલ પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ જરૂરી છતાં ઘણા સમયથી મુશ્કેલી યથાવત છે. ખેડૂતો અનેક પ્રશ્નોને કારણે હેરાનપરેશાન થઈ રહ્યા છે.

ખાણ ખનીજમાં હપ્તા લેવાતાં હોવાનો આક્ષેપ

કલેક્ટર સાથેની મિટિંગ દરમ્યાન રેતીની લીઝ બાબતે હપ્તા લેવાતા હોવાનો ચોંકાવનારો આક્ષેપ થયો હતો. કિશાન સંઘના હોદ્દેદારોએ ખાણ ખનીજ બાબતે હપ્તાખોરીનો મુદ્દો ઉઠાવતાં ઘડીભર સન્નાટો મચી ગયો હતો. આ‌ દરમ્યાન વહીવટીતંત્ર માટે ચોંકાવનારી સ્થિતિ બની હતી.