ગંભીર@મોડાસા: હાઇવે પર કન્ટેનર પલટી જતાં રીક્ષાનો ભુક્કો, કારને નુકશાન, જાનહાની ટળી

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા મોડાસા-શામળાજી હાઇવે પર આજે વહેલી સવારે એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. સવારે હાઇવે પરથી પસાર થતું એક કન્ટેનર અચાનક પલટી મારી જતાં રીક્ષાનો ભુક્કો બોલાઇ ગયો હતો. આ સાથે અન્ય એક કારણે પણ મોટું નુકશાન થયુ હોવાનુ સામે આવ્યુ છે. જોકે વહેલી સવારે હાઇવે પર કોઇ વાહનો ન
 
ગંભીર@મોડાસા: હાઇવે પર કન્ટેનર પલટી જતાં રીક્ષાનો ભુક્કો, કારને નુકશાન, જાનહાની ટળી

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા

મોડાસા-શામળાજી હાઇવે પર આજે વહેલી સવારે એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. સવારે હાઇવે પરથી પસાર થતું એક કન્ટેનર અચાનક પલટી મારી જતાં રીક્ષાનો ભુક્કો બોલાઇ ગયો હતો. આ સાથે અન્ય એક કારણે પણ મોટું નુકશાન થયુ હોવાનુ સામે આવ્યુ છે. જોકે વહેલી સવારે હાઇવે પર કોઇ વાહનો ન હોઇ જાનહાની ટળી હતી. આ તરફ રીક્ષાચાલક કલાકો સુધી રીક્ષામાં ફસાઇ રહ્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મોડાસા-શામળાજી રોડ પર હજીરા નજીક એક અકસ્માત થયો છે. અહીં એક કન્ટેનર અચાનક રસ્તા પર પલટી ગયું હતું. પલટી ગયા બાદ કન્ટેનર ટ્રકથી અલગ થઈ ગયા બાદ અંદર ભરેલાં પેપર રોલ રસ્તા પર પડ્યા હતા. આ સાથે અમુક રોલ ગગડીને આગળ નીકળી ગયા હતા. આ દરમ્યાન અહીં પાર્ક કરેલી કારને પણ નુકસાન થયું હતું. આ અંગે સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક ટ્રક મોડાસાથી શામળાજી તરફ જઈ રહ્યો હતો. વહેલી સવારે બનેલા આ અકસ્માતમાં ટ્રક રસ્તા પર જ પલટી જાય છે. આ દરમિયાન એક રીક્ષા સામેથી આવી રહી હોય છે. જોકે, રીક્ષા ચાલકને સામેથી બેકાબૂ થઈને આવી રહેલા ટ્રક વિશે જાણ થઈ જતાં તે બ્રેક મારી દે છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઘટના બાદ ટ્રક ડિવાઇડર કૂદીને બીજી તરફ જતો રહ્યો હોવાનું સીસીટીવીમાં દેખાય છે. જે બાદમાં પાછળ રહેલું કન્ટેનર રોડ પર પટકાય છે. જે રોડ પર પડ્યા બાદ ઢસડાતું આગળ વધે છે. આ દરમ્યાન ટ્રેક રીક્ષાને ઢસડીને આગળ લઈ જાય છે અને એક કારને પણ અડફેટે લે છે. જે બાદમાં ચાલક રીક્ષામાં જ ફસાય ગયો હતો. રોડ પર રીક્ષા સિવાય કોઈ વાહન ન હોવાથી અકસ્માત વખતે મોટી જાનહાની ટળી હતી. જોકે, રીક્ષા ચાલક કલાકો સુધી રીક્ષામાં જ ફસાયેલો રહ્યો હતો. ચાલક કલાકો સુધી આ રીતે ફસાયેલો જ રહ્યો હતો. ભારે જહેમત બાદ તેને બહાર કાઢવામાં આવ્યો હતો. મોડાસા પોલીસે આ મામલે ઘટના સ્થળે પહોંચીને વધારે કાર્યવાહી કરી છે.