ગંભીર@પાલનપુર: પાલિકાએ ગેરકાયદેસર ફી ઉઘરાવીનું ચોંકાવનારું લેખિત

અટલ સમાચાર, પાલનપુર કોરોના મહામારી વચ્ચે પાલનપુર પાલિકાના કોર્પોરેટરે મકાન બાંધકામ મંજુરી ફી તેમજ મકાન ટ્રાન્સફર ફીનું રિફંડ વ્યાજ સાથે આપવા ચીફ ઓફીસરને પત્ર લખ્યો છે. અગાઉ પાલિકા દ્રારા 30/07/2011ના ઠરાવથી મકાન બાંધકામ મંજુરી ફી રહેઠાણમાં 200 ટકા તેમજ કોમર્શિયલમાં 400 ટકા તેમજ સામાજિક શૈક્ષણિક ધાર્મિક મંજુરી ફીમાં 100 ટકા વધારો કરવામાં આવેલ. જેને લઇ
 
ગંભીર@પાલનપુર: પાલિકાએ ગેરકાયદેસર ફી ઉઘરાવીનું ચોંકાવનારું લેખિત

અટલ સમાચાર, પાલનપુર

કોરોના મહામારી વચ્ચે પાલનપુર પાલિકાના કોર્પોરેટરે મકાન બાંધકામ મંજુરી ફી તેમજ મકાન ટ્રાન્સફર ફીનું રિફંડ વ્યાજ સાથે આપવા ચીફ ઓફીસરને પત્ર લખ્યો છે. અગાઉ પાલિકા દ્રારા 30/07/2011ના ઠરાવથી મકાન બાંધકામ મંજુરી ફી રહેઠાણમાં 200 ટકા તેમજ કોમર્શિયલમાં 400 ટકા તેમજ સામાજિક શૈક્ષણિક ધાર્મિક મંજુરી ફીમાં 100 ટકા વધારો કરવામાં આવેલ. જેને લઇ કોર્પોરેટરન અપીલને લઇ કલેક્ટરની કોર્ટ દ્રારા આ ઠરાવ રદ્દ કરવા હુકમ કરવામાં આવ્યો હતો. જે બાદમાં પાલિકા દ્રારા આ રિફંડ નહિ મળતાં આજે ફરી એકવાર કોર્પોરેટરે ચીફ ઓફીસરને રજૂઆત કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગંભીર@પાલનપુર: પાલિકાએ ગેરકાયદેસર ફી ઉઘરાવીનું ચોંકાવનારું લેખિત

બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુરની નગરપાલિકાના કોર્પોરેટરે ફરી એકવાર ચીફ ઓફીસરને પત્ર લખી રજૂઆત કરી છે. જેમાં પાલનપુર નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે ઉઘરાવેલ મકાન બાંધકામ મંજુરી ફી તેમજ મકાન ટ્રાન્સફર ફી રૂપિયા 125 લાખથી પણ વધારે રકમનું રિફંડ વ્યાજ સાથે પ્રજાજનોને ચૂકવવા માંગ કરી છે. આ સાથે તેમને તાજેતરમાં પાલનપુર નગરપાલિકાના ઘરવેરા શાખામાં રૂપિયા 8 (આઠ) કરોડ થી પણ વધારે રકમની ઘરવેરાની જંગી આવક થયેલ છે તો પ્રજાજનોને તાત્કાલિક રિફંડ ચૂકવવા રજૂઆત કરી છે.

ગંભીર@પાલનપુર: પાલિકાએ ગેરકાયદેસર ફી ઉઘરાવીનું ચોંકાવનારું લેખિત

શું છે સમગ્ર મામલો ?

પાલનપુર નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે 30/07/2011ના ઠરાવથી મકાન બાંધકામ મંજુરી ફી રહેઠાણમાં 200 ટકા તેમજ કોમર્શિયલમાં 400 ટકા તેમજ સામાજિક શૈક્ષણિક ધાર્મિક મંજુરી ફી માં 100 ટકા વધારો કરવામાં આવેલ તેમજ તે જ રીતે મકાન ટ્રાન્સફર ફીમાં 50 ટકા નો વધારો કરવામાં આવેલ હતો. આ ભાવ વધારાના ઠરાવની વિરુદ્ધમાં કોર્પોરેટર અમૃત જોષીએ કલેક્ટર બનાસકાંઠાની કોર્ટમાં ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 258 મુજબ અપીલ દાખલ કરી ભાવ વધારાનો ઠરાવ રદ કરવા માટે દાદ માગેલ. કલેકટર બનાસકાંઠા દ્વારા તારીખ 21-03-2012ના હુકમથી નગરપાલિકાના ઠરાવો મૂળ અસરથી રદ કરવાનો હુકમ કરવામાં આવેલ. કલેકટર બનાસકાંઠાના હુકમની સામે નગરપાલિકા દ્વારા 26-03-2012 ના રોજ નિયામક નગરપાલિકાઓ ગાંધીનગરની કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવેલ નિયામક દ્વારા કામચલાઉ મનાઈ હુકમ આપવામાં આવેલ આમ અમોએ કામચલાઉ મનાઈ હુકમ ઉઠાવવા નિયામક ગાંધીનગરની કોર્ટમાં રજુઆત કરતા નિયામક ગાંધીનગરની કોર્ટમાં સુનાવણી રાખવામાં આવતા લેખિત રજુઆતો તેમજ દલીલોને ગ્રાહ્ય રાખી નિયામક નગરપાલિકાઓ ગાંધીનગરની કોર્ટ નગરપાલિકા પાલનપુરે દાખલ કરેલ અપીલ ના મંજુર કરી કલેક્ટર બનાસકાંઠાના હુકમ નંબર ડી/નપા/અપીલ/6/2011 તારીખ 21-03-2012નો હુકમ કાયમ રાખવામાં આવે છે તેવું જજમેન્ટ તારીખ 26-03-2013ના રોજ નિયામક ગાંધીનગરની કોર્ટ દ્વારા આપવામાં આવેલ. પાલનપુર નગરપાલિકા દ્વારા નિયામક ગાંધીનગરના તારીખ 26-03-2013ના હુકમની સામે તારીખ 14-06-2013ના રોજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ બોર્ડના સચિવ સમક્ષ અપીલ દાખલ કરવામાં આવેલ પરંતુ શહેરી વિકાસ વિભાગ દ્વારા પાલનપુર નગરપાલિકાની તારીખ 03-08-2013ના રોજ રિવિઝન અરજી રદ કરવામાં આવેલ ના મંજુર કરવામાં આવેલ દફતરે કરવામાં આવેલ.

ગંભીર@પાલનપુર: પાલિકાએ ગેરકાયદેસર ફી ઉઘરાવીનું ચોંકાવનારું લેખિત

આ તરફ આ તમામ ગતિવિધિને અંતે પાલનપુર નગરપાલિકાની અપીલ નિયામક ગાંધીનગર તેમજ શહેરી વિકાસ વિભાગ ગાંધીનગરની કોર્ટમાં અપીલ ના મંજૂર કરવામાં આવેલ તેમજ ભાવ વધારો રદ્દ કરવામાં આવ્યો હતો. આમ છતાં પણ પાલનપુર નગરપાલિકા દ્રારા તેનો અમલ ના કરતા કોર્પોરેટર અમૃત જોષીએ તારીખ 25-06-2014થી લેખિત રજુઆત કરતા પાલનપુર નગરપાલિકા દ્રારા જુના ભાવો પ્રમાણે ફી લેવાનું ચાલુ કરેલ આમ ભાવ વધારા નો ઠરાવ મૂળ અસરથી રદ થવાને કારણે પ્રજાજનો પાસેથી નગરપાલિકા દ્વારા ઉઘરાવેલ ભાવ વધારાના નાણાંનું રિફંડ અપાવવા નિયામક ગાંધીનગરની કોર્ટમાં રજૂઆત કરી હતી. જે બાદમાં પાલનપુર નગરપાલિકાના તત્કાલીન મુખ્ય અધિકારી દ્વારા તારીખ 11-02-2016ના પત્રથી નાયબ કલેક્ટર તેમજ કલેકટર બનાસકાંઠા તેમજ નિયામક ગાંધીનગર ને નગરપાલિકાની આર્થિક સ્થિતિ સુધરશે ત્યારે રિફંડ ચૂકવવામાં આવશે તેવી લેખિત ખાત્રી આપવામાં આવેલ. આ સાથે ચૂકવવાપાત્ર રકમનું લિસ્ટ પણ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ ત્યારબાદ નોટબંધીના કારણે નગરપાલિકાને મોટી આવક થઇ હોવાથી કોર્પોરેટરે કલેકટર બનાસકાંઠાને તેમજ નગરપાલિકા પાલનપુરને રિફંડ વ્યાજ સાથે ચૂકવવા લેખિત રજુઆત કરેલ પરંતુ રિફંડ ચૂકવવામાં આવેલ નથી.

કોર્પોરેટર અમૃત જોષીએ જણાવ્યુ હતુ કે, તાજેતરમાં પાલનપુર નગરપાલિકાના ઘરવેરા શાખામાં રૂપિયા 8 (આઠ) કરોડથી પણ વધારે રકમની ઘરવેરાની જંગી આવક થયેલ છે. આ સાથે સરકાર દ્વારા પણ કરોડોની ગ્રાન્ટ આપવામાં આવેલ છે તેનું વ્યાજ પણ જમા થયેલ છે. તો તાત્કાલિક પ્રજાજનો પાસેથી ઉઘરાવેલ ગેરકાયદેસર મકાન બાંધકામ મંજૂરી ફી તેમજ મકાન ટ્રાન્સફર ફી નું રિફંડ વ્યાજ સાથે પરત આપવા ચીફઓફીસરને પત્ર લખી રજુઆત કરી છે. આ સાથે જો દિન-૭માં રિફંડ વ્યાજ સાથે ચુકવવામાં નહીં આવે તો અમો કાયદેસરની આગળની કાર્યવાહી કરીશું તેવી ચિમકી પણ કોર્પોરેટર દ્રારા ઉચ્ચારાઇ છે.