ગંભીર@પંચાયત: પ્રવર્તતા યાદી જાહેર નહિ થતાં કર્મચારીઓ બઢતીથી વંચિત, કોના કારણે વિલંબ અને અન્યાય
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ગુજરાત રાજ્યમાં પંચાયતની વિવિધ શાખાના અનેક કર્મચારીઓ અવારનવાર પોતાના હક્ક અધિકારની રજૂઆતો કરતાં રહે છે. જોકે બઢતીની સ્થિતિએ પહોંચી જવા છતાં વર્ષોથી પ્રમોશન ના મળે અને વહીવટી જવાબદારી ના મળે તેવી ચોંકાવનારી રજૂઆત સામે આવી છે. સરેરાશ પાંચથી સાત વર્ષથી વિકાસ કમિશ્નર અને રાજ્ય સરકાર દ્વારા પ્રવર્તતા યાદી જાહેર નહિ થતાં નાયબ ચીટનીશથી માંડીને વિસ્તરણ અધિકારી સુધીનાએ આખરે ગાંધીનગર ફરી એકવાર રજૂઆત કરવા દોડી જવું પડ્યું છે. બઢતીનો માર્ગ નહિ ખુલતાં અનેક કર્મચારીઓ નિવૃત્ત થવાની નજીક છે તો ઘણા કર્મચારીઓ નિવૃત્ત પણ થઈ ગયા છે. જાણીએ સ્પેશિયલ અહેવાલ.
ગુજરાત પંચાયત સેવામાં કુરજ બજાવત્તા નાયબ ચીટનીશ, વિઅ.ખેતી, વિઅ.સહકાર, વિઅ. પંચાયત સહિતના કર્મચારીઓને પંચાયત્ત સેવા વર્ગ-૨માં પ્રમોશન આપવા માટે દર વર્ષે સંયુક્ત પ્રવરતા યાદી પ્રસિધ્ધ કરવાની હોય છે. તેમ છતાં છેલ્લા ત્રણ વર્ષથી આ યાદી જાહેર થયેલ નથી. જેના માટે પંચાયતના વિવિધ સંવર્ગોના કર્મચારીઓ દ્વારા વિકાસ કમિશ્નર કયેરીમાં રજૂઆતો છતાં પ્રવરતા યાદી ટાળવામાં આવી રહી છે.વર્ષ 2017 પહેલાં આ યાદી પ્રસિધ્ધ થતી રહેતી હતી પરંતુ છેલ્લા 7 વર્ષથી કોઇને કોઇ કારણસર યાદી જાહેર નહિ થતાં બઢતીના સંભવિત કર્મચારીઓની સ્થિતિ ચિંતાજનક બની છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, કેટલાક જાગૃત કર્મચારીએ વિકાસ કમિશ્નર કચેરીમાં યાદી બાબતે માહિતી અધિકાર હેઠળ વિગતો માંગતા ચહલપહલ શરૂ થઈ હતી અને યાદી જાહેર કરવા કવાયત હાથ ધરવામાં આવી હતી. જોકે વર્ષ 2017-18ની સ્થિતીએ કામચલાઉ પ્રવરતા યાદી પ્રસિધ્ધ કરવામાં આવ્યા પછી વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા. આ બાબતને સરેરાશ 2 મહિના જેટલો સમય વિતી જવા છતાં પ્રવરતા યાદી પ્રસિધ્ધ કરવા યેનકેન પ્રકારે વિલંબ કરવામાં આવી રહ્યો છે તે કર્મચારીઓમાં ખૂબ ચિંતાજનક બનતું ગયું છે આથી સદર સંવર્ગના સરેરાશ 50 જેટલા કર્મમારીઓએ પંચાયત મંત્રી, સીએમઓ કાર્યાલમ સુધીમાં રજૂઆત કરવા દોડધામ કરી હતી.
સૌથી મહત્વની વાત સામે આવી કે, ટીડીઓ કે સમકક્ષ જેવી બઢતીના સંભવિત કર્મચારીઓને છેલ્લા ત્રણ વર્ષથી એક જ પ્રકારનો જવાબ આપવામાં આવે છે કે, કામગીરી ચાલુ છે પરંતુ હજુસુધી આખરી યાદી જાહેર થતી નથી. વહીવટી અધિકારીની કેડરમાં સમાવિષ્ઠ થવાની રાહ જોતાં કર્મયારીઓની વારંવાર મૌખિક અને લેખિત રજૂઆતો છતાં પ્રવરતા યાદી પ્રસિધ્ધ કરવામાં વિલંબ સેવાઈ રચ્યો છે ત્યારે આ સંવર્ગોના 100 જેટલા કર્મચારીઓ બઢતી માટે પાત્રતા ધરાવતા છતાં પ્રમોશન મેળવ્યા સિવાય નિવૃત્ત થઈ ગયા અને હજુ જો વધુ વિલંબ થાય તો બીજા અનેક કર્મચારીઓ નિવૃત્ત થઈ જાય તેમ છે. આ સિવાય ફીડર કેડરની લગભગ 467 કુલ જગ્યા પૈકી હાલમાં અંદાજિત 230 જગ્યા ભરેલી છે ત્યારે 240 જેટલી જગ્યા ખાલી છે. જેમાં બઢત્તીથી ભરવાપાત્ર લગભગ 150 જગ્યા ખાલી છે જે સરકાર તરફથી ભરાયતો બઢતીવાળા કર્મચારીઓને લાભ મળી શકે તેમ છે.

