ગંભીર@પાટણ: આંગણવાડીની શેતરંજી ખરીદીમાં બનાવટ, ટેન્ડરમાં સેટિંગ્સ છતાં પીઓ અજાણ કેમ

 
Patan aanganvadi
ગ્રુપ મારફતે જ ખરીદી કરવા કૌભાંડ આચરવામાં આવ્યું છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

પાટણ જિલ્લા પંચાયતની આઇસીડીએસ શાખા દ્વારા આંગણવાડીઓ માટે શેતરંજી ખરીદવા કરેલી ટેન્ડર પ્રક્રિયામાં ભ્રષ્ટાચારની ભયંકર ગંધનો બોમ્બ ફુટ્યો છે. બનાવટી ભાવ હરિફાઈ કરી/કરાવી છતાં મુખ્ય અધિકારી એવા પ્રોગ્રામ ઓફિસર કેવીરીતે અને કેમ અજાણ તે સૌથી મોટો સવાલ થાય છે. પૂર્વ આયોજિત સેટિંગ્સ પાડી/પડાવી ઈરાદાપૂર્વક ચોક્કસ ઠેકેદાર/ગૃપ મારફતે જ ખરીદી કરવા કૌભાંડ આચરવામાં આવ્યું છે. જાણીજોઈને 3 માંથી 2 એજન્સીએ બીડ વેલ્યુ જેટલી રકમમાં ટેન્ડર કબજે કરવા કેવીરીતે અને કોના આશીર્વાદથી ખેલ પાડ્યો તેનો મહા ઘટસ્ફોટ આજે જાણીએ.

પાટણ જિલ્લા પંચાયત કચેરીમાં આવેલી સંકલિત બાળ વિકાસ યોજનાની આઇસીડીએસ શાખાના પ્રોગ્રામ ઓફિસરે હમણાં અનેક ટેન્ડર કર્યા તેમાં ભ્રષ્ટાચાર તો છે જ પરંતુ શેતરંજી ખરીદીમાં જે પ્રકારે પૂર્વ આયોજિત એકબીજાની મિલીભગતથી સરકારના નાણાંકીય હિતો વિરુદ્ધમાં થયું તે જાણવું રસપ્રદ છે. શેતરંજી ખરીદીનું સરેરાશ 10 લાખનુ ટેન્ડર ઓનલાઇન અપલોડ થયું તેમાં ફાયનાન્સિયલ બીડ એટલે કે રિવર્સ ઓક્શન દરમ્યાન જે કંઇ એજન્સીઓ હોય તેમને ભાવ ઓફર કરવાનો થાય. સ્વાભાવિક છે કે, પારદર્શક ખરીદ પ્રક્રિયા વચ્ચે એજન્સીઓએ બીડ વેલ્યુની અંદર ભાવ હરિફાઈ કરે પરંતુ આ ટેન્ડરમાં પૂર્વ આયોજિત રીતે એલ2 અને એલ3 એજન્સીઓએ બીડ વેલ્યુથી વધારે ભાવ ઓફર કર્યા ત્યારે એલ1 એજન્સીનો એકમાત્ર ભાવ 10 લાખની નીચે રહ્યો એટલે કે બીડ વેલ્યુથી અંદર. ભ્રષ્ટાચારનો ભાંડો વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, એલ1, એલ2 અને એલ3 એજન્સી કોઈ એક ઠેકેદાર ઓપરેટ કરતું હોય અથવા ત્રણેય એજન્સીઓએ બીડ કેપ્ચર કરવા સાંઠગાંઠ કરી હોય તો જ બનાવટી ભાવ હરિફાઈ થાય. આવા સંજોગોમાં બનાવટી રિવર્સ ઓક્શનની જાણ કેમ પ્રોગ્રામ ઓફિસરને ના હોય ? પ્રોગ્રામ ઓફિસર શ્રીમાળીબેન ભલે બચાવ કરે પરંતુ ટેન્ડર કરતાં પહેલા અને ટેન્ડર દરમ્યાન કયા ઠેકેદાર ઓફિસ આવતાં હતાં ? કોણે ટેન્ડર કબ્જે કરવા સંપર્ક કર્યો હતો તે પણ સવાલ છે. આટલું જ નહિ, જો એજન્સીઓ સાંઠગાંઠ કરે અથવા એક વ્યક્તિ બધી એજન્સી ઓપરેટ કરી બનાવટી રિવર્સ કરાવે તો ખરીદનાર/બાયરને કોઈ સત્તા નથી ?? આગામી ન્યૂઝ રીપોર્ટમાં જાણીએ વધુ‌.