ગંભીર@પાટણ: કલેક્ટર શાસિત ઇન્જેક્શન વિતરણની વ્યવસ્થા સામે સવાલો, MLAનો CMને પત્ર

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ કોરોનાકાળે પાટણના ધારાસભ્યએ રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજનની ફાળવણીમાં વહાલા-દવલાની નીતિને લઇ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પત્ર મુજબ પાટણમાં 70 બેડ ધરાવતી અને 10 બેડ ધરાવતી હોસ્પિટલને સરખા જ રેમડેસિવિર ઇન્જેક્શન અપાતા હોવાનો આક્ષેપ કર્યો છે. આ સાથે એક હોસ્પિટલમાં ૧૯ બેડની હોસ્પિટલમાં ૬૮ ઓક્સિજનની બોટલો આપવામાં આવી તો અન્ફ 50થી
 
ગંભીર@પાટણ: કલેક્ટર શાસિત ઇન્જેક્શન વિતરણની વ્યવસ્થા સામે સવાલો, MLAનો CMને પત્ર

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

કોરોનાકાળે પાટણના ધારાસભ્યએ રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજનની ફાળવણીમાં વહાલા-દવલાની નીતિને લઇ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પત્ર મુજબ પાટણમાં 70 બેડ ધરાવતી અને 10 બેડ ધરાવતી હોસ્પિટલને સરખા જ રેમડેસિવિર ઇન્જેક્શન અપાતા હોવાનો આક્ષેપ કર્યો છે. આ સાથે એક હોસ્પિટલમાં ૧૯ બેડની હોસ્પિટલમાં ૬૮ ઓક્સિજનની બોટલો આપવામાં આવી તો અન્ફ 50થી વધુ બેડની હોસ્પિટલમાં માત્ર 15થી 20ઓક્સિજનની બોટલો અપાઇ હોવાનો ગંભીર આક્ષેપ કરતાં ચકચાર મચી ગઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યુ હોઇ સ્થાનિક ધારાસભ્યે આજે ફરી એકવાર મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પાટણ ધારાસભ્ય કિરીટભાઇ પટેલે લખેલાં પત્ર લખી રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજનના જથ્થાના વિતરણમાં અસમાનતા દૂર કરવા માંગ કરી છે. ધારાસભ્યે જણાવ્યું હતુ કે, ઓક્સિજન અને રેમડેસિવિરની ફાળવણીમાં આવુ રાજકારણ કે રાજકીય દબાણ ન હોવું જોઇએ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પાટણ જીલ્લામાં કોવિડની પરીસ્થિતિ ચિંતાજનક સ્થિતિએ હોઇ દરરોજ નવા કેસો ખૂલી રહ્યા છે. જોકે કોવિડ પોઝીટિવ દર્દીઓને ઓક્સિજનની તાતી જરૂરિયાત હોઇ કોવિડ હોસ્પિટલોમાં ફાળવાતાં જથ્થાને લઇ ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખતાં ચકચાર મચી ગઇ છે. આ સાથે હોસ્પિટલોમાં બેડની સંખ્યાના આધારે અને ધ્યાને લઇ રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજન પુરા પાડવા સુચના આપવા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.