આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, પાટણ

રાધનપુર પાલિકાના મહિલા ચીફ ઓફિસરે લોકડાઉન વચ્ચે ચોંકાવનારી કાર્યવાહી કરી છે. ભ્રષ્ટાચાર અને માનસિક ત્રાસની ફરિયાદ કરનાર કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે. સેનેટરી ઇન્સ્પેક્ટરે જે ડર સાથે છેલ્લી રજૂઆત કરી હતી, તે સામે આવ્યું છે. સૌથી મોટી વાત છે કે, સેનેટરી ઇન્સ્પેક્ટરની નિમણૂક કાયદેસર કહેનાર ચીફ ઓફિસરે પોતાનો નિર્ણય બે મહિનામાં ફેરવી તોડ્યો છે. માત્ર 55થી 60 દિવસમાં કાયદેસરનો કર્મચારી અચાનક ગેરકાયદે થયાનો વહીવટ સામે આવ્યો છે. મહિલા ચીફ ઓફિસર વિરુદ્ધ રજૂઆત કરનાર કર્મચારીને સજા મળી હોઇ અનેક ગંભીર સવાલો ઉભા થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાની રાધનપુર પાલિકાના મહિલા ચીફ ઓફિસર પ્રજ્ઞા કોડીયાતરની વહીવટી સુઝબુઝ સામે આવી છે. ચીફ ઓફિસરના કથિત શૌચાલય કૌભાંડ, સતત માનસિક ત્રાસ, બોર્ડ બેઠકના સમયમાં ફેરફાર સહિતના મુદ્દે કર્મચારીએ રજૂઆત કરી છે. આથી મહિલા ચીફ ઓફિસરે અચાનક બે કારણો તૈયાર કરી સસ્પેન્ડ કરી દીધા છે. ગેરકાયદે નિમણૂક અને કોરોના મહામારી દરમ્યાન ફરજમાં નિષ્કાળજી બદલ સેનેટરી ઇન્સ્પેક્ટર પ્રશાંત સોનીને સસ્પેન્ડ કર્યા છે. આ બંને કારણો હવે અત્યંત શંકાસ્પદ હોવાનો ઘટસ્ફોટ થયો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગત ફેબ્રુઆરી મહિના દરમ્યાન એક રજૂઆત સામે ચીફ ઓફિસર પ્રજ્ઞા કોડીયાતરે બધું જ કાયદેસર હોવાનું જણાવી સેનેટરી ઇન્સ્પેક્ટરને ક્લીન ચીટ આપી હતી. આ તરફ કોરોના મહામારી દરમ્યાન પાલિકાની સ્વચ્છતા બાબતની કામગીરી સફળ હોવાનો દાવો ખુદ મહિલા ચીફ ઓફિસર રાધનપુર પ્રાંતને જણાવતાં હતા. આવી સ્થિતિમાં સસ્પેન્ડ કરવાના બે કારણો શંકાસ્પદ બન્યા છે. સેનેટરી ઇન્સ્પેક્ટર પ્રશાંત સોનીની નિમણૂક કાયદેસર થયા બાદ ભ્રષ્ટાચારની રજૂઆત થઈ હતી. આથી 16 એપ્રિલે કાયદેસરની નિમણૂક અચાનક ગેરકાયદે હોવાનું જણાવ્યું છે. જેનાથી પાલિકાના મહિલા ચીફ ઓફિસરે પોતાનો નિર્ણય ફેરવી તોડ્યો હોવા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code