આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાત કિસાન કૉંગ્રેસના ચેરમેન તેમજ ખેડૂત નેતા પાલ આંબલિયાને રાજકોટ પોલીસે ઢોર માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બુધવારે ખેડૂતોને પાકના ઓછા ભાવ મળતા હોવાની રજુઆત કરતી વખતે પોલીસ તેમની ધરપકડ કરી હતી. જે બાદમાં આજે તેમને મામલતદાર ઓફિસ ખાતે લાવવામાં આવ્યા હતા. મામલતદાર ઓફિસ ખાતે પાલ આંબલિયા બેભાન બની ગયા હતા. જે બાદમાં કૉંગ્રેસ તરફથી આ મામલે આક્રમક આંદોલન કરવાની ચમકી ઉચ્ચારવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતુ કે, પાલ આંબલિયા ખેડૂતોની વેદનાને વાચા આપવાનું કામ કરતા હતા. તેમને પોલીસ મથકમાંથી ખાનગી ગાડીમાં લઈ જવામાં આવ્યા હતા. રાજ્યની પોલીસ સરકારના ઇશારે કામ કરવાનું બંધ કરે. પોલીસે એ સમજવું પડશે કે આ સરકાર કાયમી રહેવાની નથી. મુખ્યમંત્રીના ઇશારે પોલીસે ખેડૂતોને માર માર્યો છે. આ સાથે સરકારની ખેડૂત વિરોધી નીતિ ખુલ્લી પડી ગઈ છે. એટલું જ નહીં મામલતદાર દ્વારા પણ પાલભાઈને હૉસ્પિટલમાં દાખલ કરાયા ન હતા. આ સમગ્ર મામલે અમે કાયદાકીય લડત લડવા માટે તૈયાર છીએ. જે પોલીસ અધિકારીઓએ કાયદો પોતાના હાથમાં લીધો છે તેમણે ભોગવવું પડશે.

કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં જવાબદાર પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. તેમણે જવાબદાર અધિકારીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ તેમણે લૉકડાઉન અને કોરોના વાયરસના નામે પોલીસ અધિકારીઓ તરફથી કરવામાં આવતી કનડગતની પણ તપાસ કરવાની માંગ કરી છે.

શુ હતો સમગ્ર મામલો ?

બુધવારે ગુજરાત કિસાન કૉંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાની આગેવાનીમાં કાર્યકરો રાજકોટ કલેક્ટર કચેરીએ પીએમ રાહત ફંડમાં આપવા માટે ડુંગળી, લસણ, કપાસની બોરીઓ લઈ પહોંચ્યા હતા. જોકે, તેઓ કલેક્ટરને રજુઆત કરે તે પહેલા જ પોલીસે પાલ આંબલિયા સહિત ચાર લોકોની અટકાયત કરી લીધી હતી. પોલીસે તેમની સાથે રહેલી ડુંગળી સહિતની બોરીઓ પણ જમા લીધી હતી. ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા હોવા બાબતે પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને કપાસ, એરંડા અને ડુંગળીના ભાવોમાં અડધાથી લઈ 20 ગણો ઘટાડો થયો છે. બેડી માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતો પોતાનો પાક વેચવા આવે છે પણ પોષણક્ષમ ભાવ ન મળતા આ ખેતપેદાશ રાજકોટ કલેક્ટરના માધ્યમથી પ્રધાનમંત્રી કેર ફંડમાં જમા કરવવા માટે અમે અહીં આવ્યા છીએ.

25 May 2020, 6:19 AM (GMT)

COVID-19 Global Stats

5,556,725 Total Cases
348,231 Death Cases
2,332,633 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code