આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,રાધનપુર

સાંતલપુર પોલીસ સ્ટેશનના PSIએ કોલસાના વેપારી વિરૂધ્ધ કરેલી કાર્યવાહી બાદ સૌથી મોટી વાત સામે આવી છે. વેપારીએ એસપી અને રેન્જ આઇજીને પીએસઆઇ વિરૂધ્ધ ચોંકાવનારી રજૂઆત કરતા ખળભળાટ મચી ગયો છે. PSI પરમારે કાર્યવાહી દરમ્યાન હપ્તો લઇ માર માર્યો હોવાનો લેખિતમાં વેપારીએ એસપીને જણાવ્યુ છે. સમગ્ર બાબતે PSIએ આક્ષેપો હોવાનું કહી વાત ટુંકાવી હતી. જોકે વેપારીના સનસનીખેજ આક્ષેપોને પગલે સાંતલપુર પોલીસ સ્ટેશન ગંભીર સવાલો વચ્ચે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સાંતલપુર પોલીસ સ્ટેશન દ્રારા ભુજના ઠક્કર વેપારી વિરૂધ્ધ કાર્યવાહી કરાઇ હતી. અવાર-નવાર કોલસાના ધંધા માટે સાંતલપુર પંથકમાં આવતા વેપારી સુરેશભાઇ રવજીભાઇ ઠક્કરને પકડવામાં આવ્યા હતા. ગત દિવસોએ સાંતલપુર પોલીસ સ્ટેશનના PSI પરમારે આ ઠક્કર વેપારી સામે બિનઅધિકૃત કોલસાના પરિવહનને લઇ 41(D) મુજબ કાર્યવાહી કરી હતી. હવે આ કાર્યવાહી દરમ્યાન PSI પરમારે 15,000 લેખે બે વખત કુલ 30,000 પડાવ્યા હોવાનો આક્ષેપ થયો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, વેપારીએ PSI પરમાર વિરૂધ્ધ એસપી અને રેન્જ આઇજી લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં PSI પરમારે પૈસા લઇ નિવેદન દરમ્યાન માર માર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ સાથે ગુજરાતમાં નહી રહેવા દઉં તેવી ચિમકી આપી હોવા સાથે સાંતલપુર પંથકમાં ભયજનક વાતાવરણ ઉભુ કર્યુ હોવાનો સનસનીખેજ જણાવતા હડકંપ મચી ગયો છે. સમગ્ર મામલે PSI પરમારને પુછતાં જણાવ્યુ હતુ કે, માત્ર આક્ષેપો હોઇ રજૂઆતમાં વજૂદ નથી. બિનઅધિકૃત રીતે કોલસાનું પરીવહન કરતા હોવાથી કાર્યવાહી કરી હતી.

રજૂઆતને પગલે સાંતલપુર પોલીસ સ્ટેશન અને PSIની ભુમિકા સામે સૌથી મોટા સવાલો ઉભા થયા છે. આ સાથે છેલ્લા અનેક વર્ષો પછી પોલીસ કર્મચારી વિરૂધ્ધ ચોંકાવનારી રજૂઆત થતાં કાયદો અને સુરક્ષાને લઇ વહીવટી બાબત મંથન કરવા સમાન બની છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code