ગંભીર@શામળાજી: લોકડાઉનની છૂટમાં જથ્થાબંધ દારૂ લાવ્યા, 10 લાખની બોટલો જપ્ત

અટલ સમાચાર, શામળાજી કોરોના મહામારી વચ્ચે લોકડાઉનમાં છૂટ મળતાં બૂટલેગરો બેફામ બન્યા છે. શામળાજી પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન ડાંગરના ભૂસા ની આડમાં લઇ જવાતો રૂ.10,29,120નો વિદેશી દારૂની બોટલોનો જથ્થો ઝડપી પાડયો છે. આ સાથે કુલ રૂ.20,32,620ના મુદ્દામાલ સહિત એક ઈસમ સામે ગુનો નોંધી અટકાયત કરી છે. અરવલ્લી જિલ્લાની શામળાજી પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન ભારતીય બનાવટનો
 
ગંભીર@શામળાજી: લોકડાઉનની છૂટમાં જથ્થાબંધ દારૂ લાવ્યા, 10 લાખની બોટલો જપ્ત

અટલ સમાચાર, શામળાજી

કોરોના મહામારી વચ્ચે લોકડાઉનમાં છૂટ મળતાં બૂટલેગરો બેફામ બન્યા છે. શામળાજી પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન ડાંગરના ભૂસા ની આડમાં લઇ જવાતો રૂ.10,29,120નો વિદેશી દારૂની બોટલોનો જથ્થો ઝડપી પાડયો છે. આ સાથે કુલ રૂ.20,32,620ના મુદ્દામાલ સહિત એક ઈસમ સામે ગુનો નોંધી અટકાયત કરી છે.

ગંભીર@શામળાજી: લોકડાઉનની છૂટમાં જથ્થાબંધ દારૂ લાવ્યા, 10 લાખની બોટલો જપ્ત

અરવલ્લી જિલ્લાની શામળાજી પોલીસે  વાહન ચેકીંગ દરમ્યાન ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડયો છે. પોલીસ અણસોલ ગામની સીમમાં ને.હાઇવે ઉપર વાહન ચેકીગમાં હતી. આ દરમ્યાન આજરોજ સવારના રાજસ્થાન રાજય તરફથી એક ટ્રક જેનો નંબર RJ.19.GA.3035ની શંકાસ્પદ જણાતા ઉપરોકત હાજર પોલીસ સ્ટાફ દ્વારા ગાડીની અંદર ડાંગરના ભુસાની આડમાં ચેક કરતાં અંદર ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ કુલ 268 તથા બોટલ નંગ -3216 જેની નક.રૂ 10,29,120, તથા ટ્રક ગાડી રૂ. 10,000.00 તથા મોબાઇલ નંગ -3, રૂ 3500- મળી કુલ મુદામાલ.રૂ 20,32,620 નો કબ્જે કર્યો છે.

ગંભીર@શામળાજી: લોકડાઉનની છૂટમાં જથ્થાબંધ દારૂ લાવ્યા, 10 લાખની બોટલો જપ્ત

સૂત્રોએ જણાવ્યું હતું કે, શામળાજી પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૧૧૧૮૮૦૧૦૨૧૦/૨૦૨૦ ધી પ્રોહી એકટ કલમ ૬૫એઇ,૧૧૬બી.૯૮(૨),૮૧ રજીસ્ટર કરી પંચનામાની નવગતે કબજે કરેલ છે. તેમજ આરોપી ચાલક નામે ઉધરામ S/O હરજીરામ જાતે બિશ્નનોઇ ઉ.વ ૩૯ રહે. ભાટીપ તા.રાણીવાડા જી.જાલોર (રાજસ્થાન) આરોપી ચાલક પોલીસ નાકાબંધીમા ટ્રકમાં ડાંગરના ભુસાની આડમાં ગેરકાયદેસર વિદેશીદારૂ ભરી લાવી પકડાઇ જતાં તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી  હાથ ધરવામાં આવેલ છે.