આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજો અને વિભાગોમાં હાલમાં સેમેસ્ટર પરીક્ષાની મોસમ ચાલી રહી છે. જેમાં પ્રશ્નપત્રના છાપકામમાં ગંભીર છબરડો બહાર આવતા વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ હેરાન થવાની નોબત આવી હતી. યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં લેવાયેલી એમકોમની પરીક્ષામાં ગુજરાતી ભાષાનું પ્રશ્નપત્ર જ છાપવાનું ભૂલી જવાતા વિદ્યાર્થીઓએ નાછૂટકે અંગ્રેજી માધ્યમના પ્રશ્નપત્રનું ભાષાંતર કરવાની નોબત આવી હતી.

બુધવારે 20 નવેમ્બરે કોમર્સ કોલેજોમાં એમકોમ સેમેસ્ટર-3ની ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ-1 વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. જોકે, તે દરમિયાન ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી ભાષામાં પ્રશ્નપત્ર છપાઇને ન આવતા હાજર પરીક્ષકો, આચાર્યો ચોંકી ઉઠયા હતા. કોલેજોમાં માત્ર અંગ્રેજી માધ્યમમાં છપાયેલું પ્રશ્નપત્ર જ પહોંચ્યું હતું. અંગ્રેજી માધ્યમનું પ્રશ્નપત્ર ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ કેવી રીતે સમજી શકે અને કેવી રીતે તેમાંથી લખી શકે તે બાબતે પરીક્ષકો પણ અસમંજસમાં મુકાઇ ગયા હતા.

ત્યાર બાદ યુનિવર્સિટી તંત્રને તાકીદે જાણ કરવામાં આવી હતી. જોકે, 15થી 20 મિનિટ સુધી રાહ જોયા બાદ કેટલીક કોલેજોમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાનું પ્રશ્નપત્ર આપીને તેમાંથી ભાષાંતર કરી દેવાનું કહી દેવાયું હતું. આ સાથે જ વિદ્યાર્થીઓને વધારાનો સમય આપવામાં આવ્યો ન હતો. પ્રિન્ટિંગ અને પ્રશ્નપત્રની વહેંચણી દરમિયાન 45 મિનિટ મોડું થયું હોવાનું બહાર આવ્યું હતં. સમગ્ર પ્રકરણમાં માત્ર બેથી ત્રણ કોલેજોમાં જ આ પ્રકારનો પ્રશ્ન સર્જાયો હોય તુરંત પ્રશ્નપત્ર પહોંચાડવામાં આવ્યા હોવાનો મત યુનિવર્સિટી તંત્રએ આપ્યો હતો.

નિર્ધારિત સમય કરતા મોડા પ્રશ્નપત્રો પહોંચ્યા હોય વિદ્યાર્થીઓ અવઢવમાં મૂકાઇ ગયા હતા. વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્રની રાહ જોયા બાદ અડધો કલાક પછી પ્રશ્નપત્ર પહોંચ્યા હતા. સમગ્ર પ્રકરણમાં વિદ્યાર્થીઓને છેલ્લે સુધી કોઇ સ્પષ્ટતા કરવામાં ન આવી હતી. દરમિયાન કોલેજના જ વિદ્યાર્થી દ્વારા આચાર્ય અને કુલપતિને ફરિયાદ કરાઇ હતી. આમ, એમકોમની પરીક્ષા સાથે વ્યારા કોલેજના પ્રશ્નપત્રને લઇને પણ વિવાદ થયો હતો.

25 May 2020, 10:45 AM (GMT)

COVID-19 Global Stats

5,570,101 Total Cases
346,933 Death Cases
2,355,136 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code