ગંભીર@સુરત: 2.30 કરોડના ટેન્ડરમાં ભયંકર સેટિંગ્સ, ખાણખનીજ કચેરી અને વેપારી કેવીરીતે મલી ગયા
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
સુરત સ્થિત ખાણખનીજ વિભાગની ભૂસ્તરશાસ્ત્રીની કચેરીના સત્તાધીશોએ કરેલ ટેન્ડરો ભયંકર સવાલો વચ્ચે આવ્યા છે. ભ્રષ્ટાચારની પૂર્વ આયોજિત મોડસ ઓપરેન્ડીની જેના ખરીદ વેચાણ થયા તેવા ત્રણેક ટેન્ડરના અમલીકરણ સામે સવાલો ઉભા થયા છે. કોમ્પ્યુટર કિઓસ્ક, સિરામીક ટાઇલ્સ અને શૈક્ષણિક કીટ સહિતની 3 ટેન્ડર પ્રક્રિયામાં એજન્સીઓ વચ્ચે થયેલી રિંગ કેમ ખરીદનાર એવા ભૂસ્તરશાસ્ત્રી કચેરીને ધ્યાને ના આવી ? શું ભૂસ્તરશાસ્ત્રી કે તેમના સ્ટાફને ખબર નહોતી કે, રિવર્સ ઓક્શન દરમ્યાન બનાવટી ભાવ હરિફાઈ/ઓફર થયા છે અને કરાવવામાં આવ્યા હતા? બંનેની જવાબદારી અને સરકારના નાણાંકીય હિતમાં કોણે કચાશ રાખી અને રાખવા મોકળું મેદાન આપ્યું તેનો સ્પેશિયલ અહેવાલ.
ખાણખનીજ હેઠળ જિલ્લા મિનરલ ફંડ એવી એક રાષ્ટ્રીય યોજના હેઠળ સુરત જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી કચેરીને કોમ્પ્યુટર કિઓસ્ક, સિરામીક ટાઇલ્સ અને શૈક્ષણિક કીટ સહિતની વસ્તુઓ ખરીદવા વહીવટી મંજૂરીઓ આવી હતી. નાણાંકીય વર્ષ 2025-26 દરમ્યાન સુરત જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી કચેરીના સત્તાધીશોએ 75 લાખના ખર્ચ હેઠળ કોમ્પ્યુટર કિઓસ્ક અને બીજા 75 લાખના ખર્ચ હેઠળ સિરામીક ટાઇલ્સ ખરીદવા ઓનલાઇન ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપર ટેન્ડર કર્યું હતુ. બરોબર આ દરમ્યાન એક્ટિવીટી બેઈઝ એજ્યુકેશન કીટનું 80 લાખનું પણ એક ટેન્ડર કર્યું હતુ. આ ત્રણેય બીડમાં કૌભાંડી ટોળકીએ અથવા કૌભાંડી વેપારી એજન્ટોએ ટેન્ડર અપલોડ થતાં પહેલાં મોટું સેટિંગ્સ પાડી વેપાર કબ્જે કરવા ગોઠવણ કરી હતી. જેના ભાગરૂપે ટેકનિકલ ચકાસણીને અંતે રિવર્સ ઓક્શનમાં તદ્દન બનાવટી ભાવ હરિફાઈ/ભાવ ઓફર કરી, દેખાડા પૂરતું કરી ત્રણેય ટેન્ડર આપ્યા/લીધા હતા. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ટેકનિકલ ચકાસણી દરમ્યાન ત્રણ સિવાયની એજન્સીઓને આઉટ કર્યા બાદ ઈરાદાપૂર્વક અને જાણીજોઈને એલ2 અને એલ3 એજન્સીએ બીડ વેલ્યુથી વધારે ભાવ ઓફર કરી એલ1ને બનાવટી રિવર્સ ઓક્શન કરવા/કરાવવા મોકળું મેદાન આપ્યું હતુ. આટલુ જ નહિ, ત્રણેય એજન્સીઓએ પૂર્વ આયોજિત રિંગ કરી ત્યારે ભાવ ઓફર હંમેશા બીડ વેલ્યુથી અંદર થાય તેમ જાણતાં હોવા છતાં એકમાત્ર ભ્રષ્ટાચારના મલિન ઈરાદાથી વર્ક ઓર્ડર બીડ વેલ્યુથી એકદમ નજીકના રૂમે મેળવવા/આપવા કૌભાંડથી ભરેલી સફળતા મળી હતી. કોઈપણ વેપારીને ટેન્ડરનો અભ્યાસ કર્યા પછી અને ટેકનિકલ ક્વોલિફાઈ થાય પછી એટલું જ્ઞાન જરૂર હોય કે વેપાર કરવા અને ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસના પારદર્શક ટેન્ડરમા રિવર્સ ઓક્શન બનાવટી ના કરાય. આ બાબતની જાણ ભૂસ્તરશાસ્ત્રી કચેરીના સત્તાધીશોને થવા છતાં હોવા છતાં એજન્સીઓના કાર્ટેલમાં મિલીભગત રાખી ત્રણ ટેન્ડરના 2.30 કરોડના ખરીદ વેચાણમાં ભ્રષ્ટાચારને અંજામ સુધી પહોંચાડ્યો હતો. જેનો વધુ ઘટસ્ફોટ આગામી ન્યૂઝ રીપોર્ટમાં જાણીએ.

