ગંભીર@વડોદરા: લક્ષણો ન હોવા છતાં 7 વાર યુવકનો કોરોના ટેસ્ટ પોઝિટીવ

અટલ સમાચાર,ડેસ્ક વડોદરાની હાઇસ્પીડ રેલવે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં આઇસોલેશનમાં દાખલ 19 વર્ષનો યુવક જય પટણી એક પણ વાર લક્ષણ દેખાયું ન હોવા છતાં સાત વાર કોરોના પોઝિટિવ થયો છે. વડોદરામાં ઉભી કરાયેલા અમદાવાદ-મુંબઈ હાઇસ્પીડ રેલવે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં એસ્પિમ્ટોમેટિક દર્દીઓ માટે આઇસોલેશન સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધામાં જય પટણી આઇસોલેશન વૉર્ડમાં નેગેટિવ ટેસ્ટની વાટે બેઠો
 
ગંભીર@વડોદરા: લક્ષણો ન હોવા છતાં 7 વાર યુવકનો કોરોના ટેસ્ટ પોઝિટીવ

અટલ સમાચાર,ડેસ્ક

વડોદરાની હાઇસ્પીડ રેલવે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં આઇસોલેશનમાં દાખલ 19 વર્ષનો યુવક જય પટણી એક પણ વાર લક્ષણ દેખાયું ન હોવા છતાં સાત વાર કોરોના પોઝિટિવ થયો છે. વડોદરામાં ઉભી કરાયેલા અમદાવાદ-મુંબઈ હાઇસ્પીડ રેલવે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં એસ્પિમ્ટોમેટિક દર્દીઓ માટે આઇસોલેશન સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધામાં જય પટણી આઇસોલેશન વૉર્ડમાં નેગેટિવ ટેસ્ટની વાટે બેઠો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જય પટણીએ જણાવ્યું હતું કે ‘મને કફ, થાક, માથાનો દુ:ખાવો અને કોઈ પણ સમસ્યા નથી. છેલ્લા એક મહિનાથી હું અહીંયા આઇસોલેશમાં છું અને ટાઇમ પાસ કરી રહ્યો છું. અહેવાલ મુજબ પટણી તેના માતાપિતા સાથે ગત 12મી એપ્રિલે કોરોના પોઝિટિવ ટેસ્ટ થયો હતો. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફર્સ્ટ ઇયર યૂજીમાં અભ્યાસ કરતો જય શહેરના નાગરવાડા વિસ્તારમાં રહે છે. નાગરવાડા વડોદરાના સંક્રમિત વિસ્તારોમાં સૌથી મોટું એપી સેન્ટર રહ્યું અહીંયાથી કોરોના વાયરસનું મોટું સંક્રમણ પકડાયું હતું.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, શહેરની ગોત્રી મેડિકલ હૉસ્પિટલમાં તૈયાર કરવામાં આવેલી કોવિડ હૉસ્પિટલમાં જય પટણીને 20 દિવસ રાખવામાં આવ્યો હતો ત્યારબાદ તેને ક્વૉરન્ટાઇન સુવિધામાં મોકલવામાં આવ્યો હતો. પટણીને હજુ સુધી કોઈ પણ તબીબે જણાવ્યું નથી કે, તે શા માટે સાત સાત વાર પોઝિટિવ ટેસ્ટમાં સપડાયો છે. જોકે આરટીપીસીઆર ટેસ્ટ જાણકારોના મતે મૃત વાયરસને પણ ઝડપી પાડે છે તેના કારણે પટણી સાત વાર પોઝિટિવ આવ્યો હોય તેવી વકી છે.