આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, અંબાજી

કોરોનાને લઇ લોકડાઉનની સ્થિતી વચ્ચે અંબાજીમાં બહારથી આવેલા માતા-પુત્રને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. મંગળવારે પાલનપુર તાલુકામાંથી વહેલી સવારે ગુપ્ત રીતે માતા-પુત્ર અંબાજી પહોંચ્યા હતા. જે વાતની જાણ આસપાસના રહીશોને બુધવારે થતાં તેમને તાત્કાલિક અસરથી તંત્રને જાણ કરી હતી. જેને લઇ અંબાજી આરોગ્ય તંત્ર દ્રારા બાલાજીનગર સોસાયટીમાં માતા-પુત્રને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના યાત્રાધામ અંબાજીમાં બહારથી આવેલા માતા-પુત્રને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. પાલનપુર તાલુકાના બફરઝોન વિસ્તાર જગાણા ગામેથી જગદીશભાઇ બારોટ તેમની પત્નિ વર્ષાબેન(ઉ.33) અને પુત્ર મિથિલ(ઉ.13)ને મંગળવારે વહેલી સવારે ગુપ્ત રીતે અંબાજી મુકી ગયા હતા. જે બાબતની જાણ બીજા દિવસે એટલે કે બુધવારે આસપાસના લોકોને થતાં તંત્રને જાણ કરાઇ હતી. હાલ કોરોના વાયરસને લઇ લોકડાઉનની સ્થિતિ વચ્ચે કોરોના સંક્રમણને રોકવા તંત્ર કટિબધ્ધ છે. જેને લઇ બંને માતા-પુત્રને ઘરમાં જ હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, અંબાજીમાં પાલનપુરના જગાણાથી આવેલા માતા-પુત્રને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવેલ છે. કોરોનાને લઇ સંક્રમણ ન થાય તે માટે વહીવટ તંત્ર દ્રારા લોકોને પોતાના જ ઘરમાં રહેવા અને અગત્યના કામ સિવાય બહાર નહિ આવવા અપીલ કરવામાં આવેલી છે. જોકે જગાણાના પરિવારે લોકડાઉનનો ભંગ કરી ગુપ્ત રીતે અંબાજીમાં પ્રવેશ કરતા બંને માતા-પુત્રને 22-04-2020 થી 07-05-2020 હોમ ક્વોરેન્ટાઇ કરવામાં આવ્યા છે. જોકે મહત્વની વાત એ છે કે, લોકડાઉનની લઇ અંબાજીમાં પ્રવેશવાના તમામ માર્ગો ઉપર પોલીસ પોઇન્ટ હોવા છતાં આ લોકો શહેરમાં પ્રવેશ્યા કઇ રીતે ?

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code