આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

કોરોનાને લઇ લોકડાઉનની સ્થિતિ વચ્ચે ભાભર પંથકમાં ગુટખાનો કાળો કારોબારે માઝા મુકી હોવાનું સામે આવ્યુ છે. લોકડાઉનના બીજા તબક્કામાં તંબાકુના બંધાણીઓની હાલત કફોડી થઇ છે. ભાભર પંથકમાં વહેલી સવારે ગુટખાના કાળા કાળોબારની બુમરાડ વચ્ચે સ્થાનિક પોલીસની ભુમિકા પણ શંકાસ્પદ બની છે. લોકડાઉન વચ્ચે ગુટખાના બેફામ ભાવ સામે ગુટખાના બંધાણીઓ ઘુંટણીએ પડ્યા છે. આ તરફ પાલિકાના સત્તાધિશો કુંભકર્ણ નિંદ્રામાં હોવાનું ચિત્ર સ્પષ્ટ બન્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ભાભરમાં ગુટખાનો કાળો કારોબાર સોળે કળાએ ખીલ્યો હોવાનો ઘાટ ઘડાયો છે. સ્થાનિક સુત્રો તરફથી મળતી માહિતી મુજબ આગલા દિવસે નોંધાયેલા ગુટખાના માલની ડીલીવરી ભાભર તાલુકા અને પાલિકા વિસ્તારમાં વહેલી સવાર પહોંચાડવામાં આવે છે. વાવ-સુઇગામ-ભાભર-દિયોદર-થરાદ અને લાખણી જેવા વિસ્તારમાં મોટા ભાગના યુવાન-યુવતી અને વડીલોને બુધાલાલ, બીડી, સિલ્વર, ઝાફરી, વિમલ, આર.એમ.ડી, મસાલા જેવુ વ્યસન હોવાથી તેમની હાલત અત્યંત કફોડી બની છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સ્થાનિક પોલીસ માત્ર નજીવા ગુટખા સાથે લોકોને ઝડપી સંતોષ માની રહી છે. લોકડાઉનમાં ગુટખાના કાળા કારોબારને બંધ કરાવવામાં નિષ્ફળ નિવડેલી પોલીસ માત્ર ગરીબોને હેરાન કરતી હોવાના આક્ષેપો સરહદી પંથકમાં થયા છે. સ્થાનિક વેપારીઓ પહેલા કરતા અત્યારે 3 ઘણા પૈસા લઈને વહેંચી રહ્યા છે. સમગ્ર મામલે સ્થાનિક પોલીસ કડકાઇ દાખવી આ કાળાબજારી રોકશે કે કેમ ? તેવા સવાલો પંથકમાં ચર્ચાઇ રહ્યા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code