ગંભીર@દાહોદ: વિરોલમાં મનરેગા કૌભાંડનો દાદાએ કર્યો ઘટસ્ફોટ, લાચારીમાં વનબંધુ ગ્રામજનો

 
Dahod
વિરોલ ગામમાં મનરેગાના ભ્રષ્ટાચારનો મોટો હોબાળો મચી ગયો છે. 

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

 

દેવગઢ બારિયા તાલુકાના વિરોલ ગામમાં મનરેગાનો એક ચોંકાવનારો અને ગંભીર ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. ગામનાં ગરીબ આદિવાસી લોકો રોડમાં ભ્રષ્ટાચાર શોધી આજેપણ સરકારને આજીજી કરી રહ્યા છે. જાગૃત અને શિક્ષિત દાદાએ મનરેગામાં ભ્રષ્ટાચારનો ઘટસ્ફોટ કરી ચોંકાવી દીધા પરંતુ પરિસ્થિતિ લાચાર હોવાની પણ એક વાસ્તવિકતા છે. દાદાએ જણાવ્યું કે, માટીમેટલ, ગૃપકૂવા અને બીજા કામો કાગળ ઉપર કર્યા છે તો કામો શરૂ કરો અથવા તપાસ કરો. જાણીએ સમગ્ર અહેવાલ.

 

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના વિરોલ ગામમાં મનરેગાના ભ્રષ્ટાચારનો મોટો હોબાળો મચી ગયો છે. ગરીબ આદિવાસીઓ બૂમો પાડી પાડીને સરકારને વિનંતી કરી રહ્યા કે, તપાસ કરો. તાલુકાથી માંડી જીઆરએસ સહિતનાએ કાગળ ઉપર રોડ બનાવી બોગસ લેબર બતાવી ખોટાં બીલો મૂકાવી પેમેન્ટ ચૂકવી દીધા છે. આ બાબતે ગામના એક દાદા જણાવે છે કે, સરકાર મનરેગાના કામો પૂર્ણ કરાવે, તપાસ કરાવે. આ વિરોલ ગામનાં ભ્રષ્ટાચારની સૌથી દયાજનક સ્થિતિ એવી છે કે, શિક્ષણ અને જાણકારીના અભાવે ભ્રષ્ટાચાર આંખે દેખાતો છતાં ગામલોકો પરિણામ મેળવી શકતાં નથી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કૌભાંડીઓએ ગામનાં ગરીબ આદિવાસીઓની લાચારીનો ફાયદો ઉઠાવી મનરેગામાં ભ્રષ્ટાચાર કરવામાં ખામી રાખી નથી. આ બાબતે સરપંચને પૂછતાં જણાવ્યું કે, સમાધાન કરી લીધું પરંતુ આ સરપંચ એ ભૂલી ગયા કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ બોલતા ગામલોકો સાથે સમાધાનની વાતો ફેલાવી સરકારને શું સમજો છો. આ તરફ જીઆરએસ હિતેન્દ્રભાઇએ જણાવ્યું કે, બધા કામો થયા છે, આ તો ચૂંટણી આવે એટલે હોબાળો છે. હકીકતમાં કરોડોનો મનરેગા ભ્રષ્ટાચાર વિરોલમાં છે પરંતુ એકબીજાનાં મેળાપીપણામાં તપાસ ઉપર બ્રેક છે. આથી હવે ગામલોકો પણ કમિશ્નર મનીષા ચંદ્રાને ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.