ગંભીર@હિંમતનગર: બટાકાની કંપનીએ વરસાદ વચ્ચે દુષિત પાણી નદીમાં છોડવાનો લાભ ઉઠાવ્યો, ભૂગર્ભ પાણી, જમીન ઉપર ત્રાસ કર્યો

 
ગંભીર
ઈરાદાપૂર્વકની ભેળસેળ બીજું કોઈ નહિ પરંતુ નજીકની ઈસ્કોન બાલાજી ફુડ કંપનીએ કરતા ચકચાર મચી છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


હિંમતનગર નજીક આવેલ રંગપુર નજીક આવેલી ફુડ કંપનીએ ચોમાસા સિઝન વચ્ચે પ્રદૂષણ ઉભું કરી ફેલાવવાનો અને ચાલાકીથી દુષિત પાણી નિકાલને અંજામ આપ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. બટાકાના રો મટીરીયલથી વિવિધ ખાદ્ય વસ્તુઓ બનાવતી આ કંપનીએ ભૂગર્ભ પાણી ખરાબ થવા દેવા, રાહદારીઓને ચામડીના રોગો થવા દેવા અને આસપાસના ખેડૂતોને ખેતી માટે કુદરતી શુધ્ધ પાણીથી વંચિત કરવા હરક્ત કરી હોવાની બૂમરાણ ઉઠી છે. આટલુ જ નહિ, રાજ્યમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને જોગવાઈઓ છતાં ધોળાં દિવસે ખુલ્લેઆમ દુર્ગંધ મારતું અને નુકસાનદેહ પાણી જાહેરમાં, બિનમાલિકીની જગ્યામાં છોડ્યું છે. આ કંપનીની બેજવાબદાર હરક્ત અને આસપાસના રહીશોને થનાર ત્રાસદાયક ઘટના વિશેનો આ સ્પેશિયલ રીપોર્ટ.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવે રંગપુર - મુનપુર ગામ વચ્ચેના ડીપ(વેરા) ઉપર ચોંકાવનારા દ્રશ્યો સર્જાયા છે. તમને અહિં એક જ રોડ ઉપર 2 કલરનું પાણી જોવા મળે ત્યારે આશ્ચર્યચકિત થવાય છે. જેમા એક પાણી કુદરતી અને શુદ્ધ જ્યારે બીજું પાણી દુષિત, દુર્ગંધવાળુ, નુકસાન હોઈ ખતરનાક ભેળસેળ થઈ રહી છે. પાણીની આ ઈરાદાપૂર્વકની ભેળસેળ બીજું કોઈ નહિ પરંતુ નજીકની ઈસ્કોન બાલાજી ફુડ કંપનીએ કરતા ચકચાર મચી ગઇ છે. આ દુષિત અને શંકાસ્પદ કેમિકલયુક્ત પાણી આખરે દેભોળ નદી સુધી જાય છે અને નદીમાં વસવાટ કરતી માછલીઓને ત્રાસ આપે છે. આ પાણીથી આસપાસના પશુપાલનને, સિંચાઇની જમીનને, રાહદારીઓને અને રહીશોને વિવિધ રીતે નુકસાન કારક બનશે ત્યારે મોટો ઘટસ્ફોટ થાય તેમ છે. સૌથી મહત્વની વાત કે, ડીપ (વેરો)થી ઇસ્કોન બાલાજી કંપનીનું અંતર અંદાજે 2 કિલોમીટર છે તેમજ ડીપથી દેભોલ નદીનું અંતર 1 કિલોમીટર છે ત્યારે ભૂર્ગભ જળ ઝડપથી ખરાબ થાય તેમ છે. વાંચો નીચેના ફકરામાં કેવીરીતે કંપનીએ કરી આ હરકત


સૂત્રોએ જણાવ્યું હતું કે, ઇસ્કોન બાલાજી કંપની છેલ્લા ઘણા સમયથી અહિં બટાકા આધારિત વિવિધ ફુડ પ્રોડક્ટ બનાવે છે ત્યારે ગંદાં પાણી નિકાલનો અને વેસ્ટ નિકાલનો જીપીસીબી તેમજ સરકારની વિવિધ ગાઇડલાઈન મુજબ અમલ કરવા આયોજન કરેલ નથી. આવી સ્થિતિમાં અવારનવાર ઇસ્કોન બાલાજી કંપનીના વેસ્ટ નિકાલ રસ્તા પર, જાહેરમાં અને આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે. આટલુ જ નહિ, દુષિત પાણીથી આસપાસના રંગપુર, મુનપુર સહિતના ગામોની સરેરાશ 2000 એકર જમીનને નુકસાન થવાની સ્થિતિ બની છે. આટલા હદે છતાં ઇસ્કોન બાલાજી કંપનીનું મેનેજમેન્ટ કેમ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, જનજીવન, તેમજ કુદરતી ચક્ર વિરુદ્ધ જઈને આપખુદશાહી કરી રહ્યું તે વિશે ગંભીર સવાલો ઉભા