ગંભીર@વલસાડ: ડીસીએફ દ્રારા માનસિક ત્રાસનો મુદ્દો, તપાસમાં જ કચાશ, અમુકના નિવેદનો બાકી કેમ

 
ખુલાસો
આ અંગે ખુદ તપાસ અધિકારી દક્ષિણ વલસાડ ડીસીએફ પુવારે પુષ્ટિ કરી છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


વલસાડ ઉત્તર વનવિભાગના મહિલા ડીસીએફ વિરૂદ્ધ રોજમદારોએ માનસિક ત્રાસની કરેલી ફરિયાદમાં ચોંકાવનારી વિગતો આવી છે. ફરિયાદ કર્યાને આજકાલ કરતાં સવા વર્ષ વીતી ગયું છતાં તપાસ અધૂરી છે. તપાસ અધિકારીએ કોઈ કારણોસર અમુકના નિવેદનો લીધા નહોતા ત્યારે સરકારમાંથી ક્વેરી આવતાં હડકંપ મચી ગયો છે. તપાસ અધિકારીના રીપોર્ટમાં કચાશ રહેતાં ફરી સચોટ તપાસ પૂરી કરવી પડશે. હવે આ ક્વેરી અથવા કચાશ વિશે જાણતાં જે સામે આવ્યું તે ચોંકાવનારું છે. કોઈના ઈશારાથી બાકી રોજમદારોનુ અને ડીસીએફના બંગલામાં ઉપસ્થિત એક વ્યક્તિનું નિવેદન કેમ નથી લીધું તે વિશે સવાલો ઉભા થયા છે. ત્રાસની સમગ્ર ફરિયાદ અને તપાસના ઘટનાક્રમ વિશે વિગતે જાણીએ.


વલસાડ વનવિભાગના ઉત્તર અને દક્ષિણ ડીવીઝન મામલે રોજમદારોની તપાસ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2022ની ફરિયાદને આજે એપ્રિલ 2024 પહોંચી છતાં તપાસ પૂર્ણ થઈ નથી. અગાઉ કેટલાકના નિવેદનો અને તપાસ અધિકારીને યોગ્ય લાગ્યું તે મુજબ રીપોર્ટ કરી દીધો હતો. જોકે સરકારમાંથી રીપોર્ટ અંગે ક્વેરી એટલે કે કચાશ રહેતાં પૂરી અને સચોટ તપાસ કરવા જણાવ્યું છે. આ અંગે ખુદ તપાસ અધિકારી દક્ષિણ વલસાડ ડીસીએફ પુવારે પુષ્ટિ કરી છે. આટલુ જ નહિ, કચાશ ક્યાં રહી હવે તે બાબતે રોજમદાર વર્ગમાંથી સામે આવ્યું કે, કેટલાકના નિવેદનો બાકી છે જેમાં ડીસીએફના બંગલામાં રહેતા વ્યક્તિનું નિવેદન અગત્યનુ છે. કેમ કે રોજમદારોએ તે વ્યક્તિના નામજોગ પણ ફરિયાદ કરી હોઈ તપાસની દીશા ઉપર સૌની નજર છે. વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, તપાસ રીપોર્ટમાં કચાશ રહી તેના વિશે પણ ગંભીર સવાલો છે. કેમ કે, રોજમદારોએ મહિલા ડીસીએફના બંગલે માનસિક ત્રાસની ફરિયાદ કરી છે. હવે ઘટનાસ્થળ ઉત્તર વલસાડ ડીસીએફનુ સત્તાવાર નિવાસસ્થાન છે અને અહી માનસિક ત્રાસ થતો હોય તો મહિલા ડીસીએફની જવાબદારી બને છે. આ સાથે રોજમદારોની ફરિયાદ છે કે, બંગલામાં રહેતા વ્યક્તિ ગુસ્સામાં અવારનવાર છૂટાં ગ્લાસ પણ ફેંકે છે. આવી સ્થિતિમાં સરખી કેડરના તપાસ અધિકારી માટે કેવી રીતે કોના નિવેદન લેવા તે પણ એક કસોટી સમાન હોવાનું મનાય છે. આગામી ન્યૂઝ રિપોર્ટમાં વધુ જાણીએ.