આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ(કિરણબેન ઠાકોર)

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હૉલ ખાતે જિલ્લા કક્ષાનો યુવા મહોત્સવ ઉજવાઇ ગયો. કમિશ્નર, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા યોજાયેલા યુવા મહોત્સવમાં 1200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ 60 જેટલી કૃતિઓ રજુ કરી હતી.

યુવા મહોત્સવ અંતર્ગત ગરબા રાસ મહોત્સવ, બાળ પ્રતિભા શોધ, બાળ નાટક, નૃત્ય નાટીકા સ્પર્ધા તથા યુવા ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. યુનિવર્સિટીના કન્વેન્શન હૉલ નં.1,2,3 તથા હૉલના પૅસેજમાં વિવિધ સંગીત સાહિત્ય, કલા અને નૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જુદા જુદા કાર્યક્રમોમાં પાંચ સ્ટેજ પર કલાકારોએ પોતાની કૃતિઓ રજુ કરી હતી.

પાટણ ખાતે યોજાયેલા યુવા મહોત્સવમાં સ્પર્ધાઓના ગુણાંકન માટે બનાસકાંઠા તથા મહેસાણા જિલ્લાના નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યા હતા. શાળામાં ભણતા 1200 જેટલા બાળ અને યુવા વિદ્યાર્થીઓ દ્વારા યુવા ઉત્સવ સ્પર્ધામાં 42, બાળ પ્રતિભામાં 13, ગરબા મહોત્સવમાં 3, બાળ નાટક, નૃત્ય નાટીકા સ્પર્ધામાં 2 મળી કુલ 60 જેટલી કલાકૃતિઓ રજુ કરવામાં આવી હતી.

યુવા ઉત્સવ અને બાળપ્રતિભામાં પ્રથમ નંબર મેળવનાર કલાકારો પ્રદેશકક્ષાએ ભાગ લેવા માટે જશે. જ્યારે ગરબા મહોત્સવ અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધામાં રાજ્યકક્ષાએ ભાગ લેવા માટે જશે. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી એ.પી.ઝાલા, પ્રાંત યુવા વિકાસ અધિકારી કુ.દિપલબેન રાવલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી બાબુભાઈ ચૌધરી, યોગેશભાઈ આચાર્ય સહિતના અધિકારી-કર્મચારીઓ, વિવિધ શાળાના શિક્ષકો તથા મોટી સંખ્યામાં બાળ કલાકારોએ ભાગ લીધો હતો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code