ગણપત યુનિવર્સિટીના સ્થાપક અનિલભાઇ પટેલની પ્રથમ પૂર્ણતિથિ
ગણપત યુનિવર્સિટીના સ્થાપક અનિલભાઇ પટેલની પ્રથમ પૂર્ણતિથિ

અટલ સમાચાર, મહેસાણા

ગણપત યુનિવર્સિટીના સ્થાપક અનિલભાઇ પટેલની પ્રથમ પૂર્ણતિથિ શુક્રવારના ગણપત યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં બપોરે 3.00 વાગ્યાથી સાંજના 4.30 કલાકે સ્મૃતિ-વંદના કાર્યક્રમ યોજાશે. ગણપતભાઇ પટેલ અને અન્ય દાતાઓના સહયોગથી ગણપત યુનિવર્સિટીનું સર્જન કરનારા ઉદ્યોગપતિ અને કેળવણીકાર અનિલભાઇ પટેલની સ્મૃતિ-વંદના નિમિત્તે શિક્ષણ અને સમાજના સંદર્ભમાં વિવિધ વિષયોચિત વ્યાખ્યાનો યોજાશે. આ સ્મૃતિવંદના નિમિત્તે અમદાવાદના દર્શના ઠક્કર સમાજનું ઘડતરએ વિષય ઉપર વ્યાખ્યાન આપશે. ગાયક-સંગીતકાર ધ્રૃવીશ શાહ પાવર ઓફ ડ્રીમની થીમ ઉપર પરફોર્મન્સ આપશે. આ કાર્યક્રમમાં અમેરિકા સ્થિત ગણપતભાઇ પટેલ વીડીયો-કોન્ફરન્સ થકી પ્રવચન કરશે.