આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,અમદાવાદ

મહાત્મા ગાંધીની 150મી જંયતી દેશભરમાં સરકાર મનાવી રહી છે. વારે તહેવારે ગાંધી બાપુને યાદ કરવામાં આવે છે. આગામી 30 જાન્યુઆરીના રોજ નવસારીના દાંડી ખાતે મહાત્મા ગાંધીના મીઠાના સત્યાગ્રહની યાદ રૂપે બનાવવામાં આવેલા મ્યુઝીયમનું ઉદ્દઘાટન થવા જઈ રહ્યું છે, જોકે આ સમગ્ર કાર્યક્રમનું કોઈ પણ આમંત્રણ મહાત્મા ગાંધીના પરિવારજનોને આપવામાં આવ્યું નથી.
ગાંધીજીના પૌત્ર સ્વ. કનુભાઈ ગાંધીનાં ધર્મપત્ની શિવાલક્ષ્મી સુરતમાં જ નિવાસ કરી રહ્યા છે, પરતું તેમને મહાત્મા ગાંધીના મ્યુઝીયમના લોકાર્પણ કાર્યક્રમનું આમંત્રણ આપવામાં આવ્યું નથી. જોકે આ મામલે તેમણે કોઈ નારાજગી વ્યક્ત કરી નથી, પરતું આ કાર્યક્રમમાં જવાની ઈચ્છા જરૂર વ્યક્ત કરી છે.
અંદાજે 150 કરોડના ખર્ચે બની રહેલા આ મ્યુઝિયમના લોકાપર્ણની તડામાર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.આ કાર્યક્રમમાં કોણ કોણ હાજરી આપશે તે તમામ મહાનુભાવાની યાદી બનાવી તેમને આમંત્રણ પણ મોકલી આપવામાં આવ્યું છે. આ તરફ ગાંધી પરિવાર તરફથી ગાંધીજીના પૌત્ર સ્વ. કનુભાઈ ગાંધીનાં ધર્મપત્ની શિવાલક્ષ્મી બેને કોઇ ફરીયાદ નથી કરી પણ જોવાનુ એ છે તંત્રને ઘ્વારા આટલી મોટી ચુક કઇ રીતે થઇ શકે કે, જેના દંડી સત્યાગ્રહની ઝાંખી કરાવવા તૈયાર કરાયેલા મ્યુઝીયમના ઉદ્દઘાટનમાં તેમના જ પરિવારને આમંત્રણ નહી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code