ગાંધીનગરઃ LRD મહિલા આંદોલનમાં 4ની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ

અટલ સમાચાર, ડેસ્ક છેલ્લા 35 દિવસ થી LRD ની sc st obc નીઉમેદવાર મહિલા ઉમેદવારો સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરી રહી છે, 35 દિવસ માં 4 વખત ડિટેઇન કરવામાં આવ્યા છે. અને અત્યાર સુંધીમાં 4 જેટલી મહિલાઓની તબિયત લથડી છે. જેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આજે પણ આ મહિલાઓ પોતાના ન્યાય માટે
 
ગાંધીનગરઃ LRD મહિલા આંદોલનમાં 4ની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ

અટલ સમાચાર, ડેસ્ક

છેલ્લા 35 દિવસ થી LRD ની sc st obc નીઉમેદવાર મહિલા ઉમેદવારો સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરી રહી છે, 35 દિવસ માં 4 વખત ડિટેઇન કરવામાં આવ્યા છે. અને અત્યાર સુંધીમાં 4 જેટલી મહિલાઓની તબિયત લથડી છે. જેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આજે પણ આ મહિલાઓ પોતાના ન્યાય માટે રાજ્યપાલને રજુવાત કરવા જતી હતી ત્યારે પણ તેમને ડિટેન કરવામાં આવી હતી. જે સમયે વધુ એક મહિલાની તબિયત લથડતા તેમને 108માં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તો આ મામલે તેમના પ્રતિનિધિ રજનીકાંત ભાઈ ગૃહમંત્રી પ્રદીપસિંહને રજુવાત કરવા ગયા છે જો રજુવાત નો સુખદ અંત આવે તો આવતી કાલનો તહેવાર પોતાના પરિવાર સાથે ઉજવી શકે છે. તો બીજી બાજુ રાજ્યસભાના સાંસદ અને દલિત સમાજના મહંત શંભુપ્રસાદ ટૂંડિયાએ મુખ્યમંત્રીને આ મહિલાઓના ન્યાય માટે પત્ર લખ્યો છે. ઓપન કેગેટરીમાં મેરીટ બાદ લાભ આપવા માંગ કરી છે. SC/ST/OBCને આરક્ષણનો લાભ આપવા મહંત દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે. બંધારણના અધિકારોનું રક્ષણ થાય તેમ નિર્ણય લેવા માંગ કરીછે.