આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ગાંધીનગર

ગાંધીનગરમાં ફરીથી કોરોના વાયરસના સંક્રમિતો આવી રહ્યા છે. ગાંધીનગરમાં કોરોના વાયરસના નવા પોઝિટિવ કેસ નોંધાતા આ કાળમુખા વાયરસે પાટનગરમાં ફરી દેખા દીધી છે. કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ ગાંધીનગરમાં નોંધાયા છે. આ કેસમાં ઉદ્યોગભવનના પટ્ટાવાળાનો પણ સમાવેશ થાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગાંધીનગરમાં 2 મેના રોજ નોંધાયેલા કેસ મુજબ ગાંધીનગરના વાવોલમાં 1, ઉવારસદમાં 1, ગાંધીનગરના સેક્ટર 24-C અને સેક્ટર 2 Bમાં- 2, સેક્ટર-3 ન્યૂ બીમાં 1 અને ઉદ્યોગભવનમાં ફરજ બજાવતા એક પટ્ટાવાળનો પણ આમા સમાવેશ થાય છે. આમ કુલ ગાંધીનગરમાં ફરી 7 નવા પોઝિટિવ કેસ આવતા ખળભળાટ મચી ગયો છે.

રાજ્યમાં ગઈકાલે સાંજે 5.00 વાગ્યાની સ્થિતિ મુજબ ગુજરાત રાજ્યમાં કોવિડ-19ના (covid-19) કારણે 22 લોકોના મોત થયા છે. જ્યારે સતત ત્રીજા દિવસે 300થી વધારે કેસ નોંધાતા રાજ્યમાં અત્યાર સુધી 4721 કેસ કોરોના પોઝિટિવના નોંધાયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 236એ પહોંચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 326 કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. આ ઉપરાંત 123 દર્દીઓ સાજા થયા છે અત્યાર સુધીમાં 736 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code