આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ગાંધીનગર

ગાંધીનગરના જૂના સચિવાલયમાં ACBએ રેડ કરીને કોન્ટ્રાક્ટ પરના કર્મચારીને લાંચ લેતા રંગે હાથે ઝડપી લેતા રાજયભરમાં ખળભળાટ મચી ગયો છે. રમત-ગમતનો કર્મચારી રૂ. ૬૦,૦૦૦ ની લાંચ લેતા એસીબીની ઝડપે આવી ગયો છે. શાળાઓમાં અપાતી કીટોના કોન્ટ્રાક્ટમાં વચેટીયા મારફત સેટિંગ કરવાનું ગોઠવતા ઝડપાઇ ગયો છે. લાંચ લેવાની ઘટનાઓ છેક સચિવાલય સુધી પહોંચતા ભ્રષ્ટાચારી કર્મચારીઓમાં સરકારનો ડર ન હોવાનું સામે આવ્યુ છે.

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની કચેરી ધ્વારા ચાલતા ઇન સ્કુલ નામના પ્રોગ્રામ અંતર્ગત રાજયની સરકારી શાળાઓમાં અલગ-અલગ એજન્સીને ટેન્ડર પ્રક્રિયા ધ્વારા ટેન્ડરીંગ કરી આવી સ્કુલોમાં સ્પોર્ટસ ટ્રેનર, સ્પોર્ટસ કીટ, સ્પોર્ટસ એજયુકેશન આપવા અંગેનો પ્રોગ્રામ ર૦૧૫થી કાર્યરત છે. જે બાબતે અલગ-અલગ એજન્સીઓ પૈકી એક એસ.વી.એડ્યુ સ્પોર્ટસ પ્રા.લી.(બેંગલોર) નામની એજન્સી પણ પ્રોગ્રામમાં જોડાયેલી છે. એજન્સીમાં રીજનલ મેનેજર તરીકે કામ કરતા કર્મચારીએ ર૦૧૮-૧૯ના પ્રોગ્રામ હેઠળ કોન્ટ્રાકટ ચાલું રાખવા માટે એક સ્કુલ દીઠ રૂા.૯૦૦/- લેખે કુલ-૭ર સ્કુલોના રાઉન્ડ ફીગર રૂા.૬૦,૦૦૦/- દર મહીને આપવા માટે ઇન સ્કુલ પ્રોઝેકટના ઇન્ચાર્જ સંદીપભાઇ પંડયાએ માંગણી કરી હતી. જે લાંચ ફરીયાદી મેનેજર આપવા ઇચ્છતા ન હોવાથી એસીબીમાં ફરીયાદ કરી હતી. જેથી એસીબીની ટીમના ડી.બી.બારડ, આર.એન.દવે અને એન.પી.ગોહીલ સહિતનાએ છટકુ ગોઠવી આક્ષેપિત લાંચના રૂા.૬૦,૦૦૦/- ફરીયાદી પાસેથી આરોપી સંદીપભાઇ પંડયાએ છેવટે સ્વીકાર્યા હોવાનું ફલિત થતા ગાંધીનગર કર્મચારી અને અધિકારી આલમમાં ખળભળાટ મચી ગયો છે.

29 Sep 2020, 2:24 AM (GMT)

COVID-19 Global Stats

33,617,596 Total Cases
1,007,660 Death Cases
24,924,409 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code