આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ગાંધીનગર 

ગાંધીનગરમાં એક પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં ગાંધીનગરની બહારથી આવતા કોઇપણ વ્યક્તિએ કોર્પોરેશનમાં જાણ કરવાની હોય છે. પરંતુ ખંભાતથી ગાંધીનગર સેક્ટર 7માં સંબંધીનાં ઘરે આવેલા વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો હતો અને તેમને તંત્રમાં જાણ પણ કરી ન હતી. આવા બે વ્યક્તિઓ સામે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ખંભાતમાં રહેતા અમૃતભાઈ નટવરભાઈ ચુનારા ગત 23 એપ્રિલના રોજ સે-7/સી પ્લોટ નં.880/1માં રહેતા તેમના સંબંધી નગીનભાઈ શંકરભાઈ પટણીના ઘરે આવ્યા હતા. આ સમયે અમૃતભાઈ ઘરમાં પડી જતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં તેમના અન્ય રિપોર્ટ સાથે કોરોનાનો રિપોર્ટ પણ કરાવવામાં આવ્યો હતો.

આ રિપોર્ટમાં તેઓ કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યા હતા. જેના પગલે તેમની સારવાર તો શરૂ કરી દેવાઈ હતી. આ વ્યક્તિ ખંભાતથી ગાંધીનગર આવ્યા હોવા છતાં કોર્પોરેશન તંત્રને જાણ નહીં કરતાં તેમની સામે પોલીસ મથકમાં જાહેરનામા ભંગ અને એપેડેમીક એકટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code