ગાંધીનગરઃ આજે મહેસૂલ કર્મચારી મહામંડળ દ્વારા પડતર પ્રશ્ને વિશાળ રેલી યોજાઇ

અટલ સમાચાર, ડેસ્ક મહેસૂલ કર્મચારી મહામંડળ દ્વારા ગાંધીનગરમાં આજે વિશાળ રેલી નીકળી હતી. જેમાં અંદાજે 10 હજારથી વધુ મહેસૂલ ખાતાના કર્મચારીઓ એક જ મંચ પર એકઠા થયા છે. છેલ્લા ચાર દિવસથી કર્મચારીઓ હડતાળ પર છે. પડતર પ્રશ્નો અને માંગણીઓને લઈ મહેસુલ વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. વારંવારની અનેક રજૂઆતો છતાં માંગણી
 
ગાંધીનગરઃ આજે મહેસૂલ કર્મચારી મહામંડળ દ્વારા પડતર પ્રશ્ને વિશાળ રેલી યોજાઇ

અટલ સમાચાર, ડેસ્ક

મહેસૂલ કર્મચારી મહામંડળ દ્વારા ગાંધીનગરમાં આજે વિશાળ રેલી નીકળી હતી. જેમાં અંદાજે 10 હજારથી વધુ મહેસૂલ ખાતાના કર્મચારીઓ એક જ મંચ પર એકઠા થયા છે. છેલ્લા ચાર દિવસથી કર્મચારીઓ હડતાળ પર છે. પડતર પ્રશ્નો અને માંગણીઓને લઈ મહેસુલ વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. વારંવારની અનેક રજૂઆતો છતાં માંગણી ન સંતોષાતા આખરે મહેસૂલ ખાતાના કર્મચારીઓ ગાંધીનગરમાં રસ્તા પર ઉતરી આવ્યા છે.

મહેસુલી કર્મચારીઓની ઘ-0થી નીકળેલી વિશાળ રેલી ઉપવાસ છાવણીમાં મોટી સભામાં પરિવર્તિત થઈ છે. મહેસૂલી કર્મચારીઓના પાંચ સભ્યોનું પ્રતિનિધિ મંડળ રાજ્ય સરકારને આવેદનપત્ર આપશે. મહેસૂલી કર્મચારીઓની સભામાં પડતર પ્રશ્નના નિરાકરણ માટે સરકાર પર દબાણ ઊભું કરવા નિર્ણય લેવાયો છે. મહેસૂલ મંત્રીને રજૂઆત વખતે મંડળના સામે કરેલા વર્તનથી પણ નારાજગી મંડળી દર્શાવી છે.

આ ઉપરાંત મહેસુલી કર્મચારીઓએ હાઇકોર્ટની એકિઝિકયુટિવ મેજીસ્ટ્રેટની તાલીમનો પણ બહિષ્કાર કર્યો હતો. હડતાલને કારણે અરજદારોને ધક્કા થયા હતાં. નાયબ મામલતદાર અને કલાર્ક કેડરની હડતાલથી કામગરીરી ખોરવાઇ ગઇ હતી. મહેસૂલ કર્મચારીઓ 17 જેટલા પડતર પ્રશ્નો સામે લડી રહ્યાં છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

જેમાં નાયબ મામલતદારથી મામલતદારની સિનિયોરિટીની યાદી તૈયાર કરવી, ક્લાર્ક કેડરના કર્મચારીઓને નાયબ મામલતદારનું પ્રમોશન આપી ફિક્સ પગારની નોકરી કરનાર કર્મચારીઓને નેશનલ ઇજાફો આપવા, સાતમું પગારપંચ, કોમ્પ્યુટર કામગીરીમાં રેગ્યુલર કર્મચારીઓને બેસાડવા સહિતની માંગણીઓ સાથે રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા અનેક વખત રજૂઆત કરી છતાં સરકાર દ્વારા માત્ર બાંહેધરી જ અપાતી હોવાથી હડતાળ પર ઉતર્યા છે.