ગાંધીનગર: ધોળે દિવસે તલવાર-ચાકૂની અણીએ ચેનલના વ્યવસાયીનું અપહરણ

અટલ સમાચાર, ડેસ્ક ગાંધીનગરના સેક્ટર 25માં બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા ચકચાર મચી ગઇ છે. કેટલાક લોકોએ બ્લુ કલરની કારમાં આવી અને એક યુવકને ચાકૂની અણીએ જબરદસ્તી અપહરણ કરી કારમાં બેસાડી દીધો હોવાના વીડિયોથી પાટનગરની કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થયા છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો ગાંધીનગરમાં ચેનલના
 
ગાંધીનગર: ધોળે દિવસે તલવાર-ચાકૂની અણીએ ચેનલના વ્યવસાયીનું અપહરણ

અટલ સમાચાર, ડેસ્ક

ગાંધીનગરના સેક્ટર 25માં બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા ચકચાર મચી ગઇ છે. કેટલાક લોકોએ બ્લુ કલરની કારમાં આવી અને એક યુવકને ચાકૂની અણીએ જબરદસ્તી અપહરણ કરી કારમાં બેસાડી દીધો હોવાના વીડિયોથી પાટનગરની કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગાંધીનગરમાં ચેનલના વ્યવસાયી ધર્મેન્દ્રસિંહ રાઓલનું ગાંધીનગરના સેક્ટર25માંથી અપહરણ થયું છે. તેઓ એક કેસમાં આરોપી તરીકે ફસાયા હતા. અંગત અદાવતના કારણે આ અપહરણ થયું હોવાની ઘટના છે. જોકે, પાટનગરમાં ધોળે દિવસે ચાકૂની અણીએ ગંભીર ગુનો બનતા હાહાકાર મચી ગયો છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, ધર્મેન્દ્રસિંહ ચેનલના વ્યવસાયી છે અને મૂળ ગાંધીનગરના વતની છે. પ્રાપ્ત અહેવાલો મુજબ જ્યારે તેઓ બાળકોને શાળાએ મૂકી પરત આવી રહ્યા હતા ત્યારે તેમનું અપહરણ થયું હતું. આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.