ગાંધીનગર: પોઝિટીવ કેસ વધતાં તમામ પ્રવેશમાર્ગો પર નાકાબંધી કરાશે

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર વર્તાવ્યો છે.. ગુજરાત રાજ્યમાં કોરોના નો આંક ૩૭૦૦ને પાર કરી ચુક્યો છે. ત્યારે ગુજરાત રાજ્યના રાજકીય પાટનગર ગાંધીનગરની ચિંતામાં પણ વધારો થયો છે. હાલમાં ગાંધીનગર ખાતે 36 જેટલા કોરોના ના પોઝિટીવ કેસ સામે આવી ચુક્યા છે. એક સમયે કોરોના વાયરસના તમામ કેસોની સારવારમાં સફળતા મળ્યા પછી એક
 
ગાંધીનગર: પોઝિટીવ કેસ વધતાં તમામ પ્રવેશમાર્ગો પર નાકાબંધી કરાશે

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર વર્તાવ્યો છે.. ગુજરાત રાજ્યમાં કોરોના નો આંક ૩૭૦૦ને પાર કરી ચુક્યો છે. ત્યારે ગુજરાત રાજ્યના રાજકીય પાટનગર ગાંધીનગરની ચિંતામાં પણ વધારો થયો છે. હાલમાં ગાંધીનગર ખાતે 36 જેટલા કોરોના ના પોઝિટીવ કેસ સામે આવી ચુક્યા છે. એક સમયે કોરોના વાયરસના તમામ કેસોની સારવારમાં સફળતા મળ્યા પછી એક સમયે ગાંધીનગરમાં ઝીરો કેસ થઇ ચૂકયાં હતા પરંતુ અમદાવાદના લોકડાઉન વિસ્તારમાંથી ગાંધીનગરમાં લોકો આવતાં ફરીથી પોઝિટીવ કેસો બહાર આવી રહ્યાં છે. અમદાવાદમાંથી જો આવન-જાવન બધં નહીં કરવામાં આવે તો ગાંધીનગરની સ્થિતિ અમદાવાદ જેવી બનતાં વાર નહીં લાગે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મુખ્યમંત્રી કાર્યાલય દ્રારા ગાંધીનગરની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે જેમાં એવું નક્કી થવાનું છે કે અમદાવાદમાંથી આવતા લોકોને ગાંધીનગરમાં મેડીકલ તપાસ બાદ પ્રવેશવા દેવામાં આવશે. અમદાવાદમાં એલ-પ્રકાર અને એસ-પ્રકાર એમ કુલ બે પ્રકારના વાયરસ છે. અમદાવાદમાં એલ-ટાઇપ અને એસ-ટાઇપના દર્દીઓ છે, ગાંધીનગરમાં પહેલાં એસ-ટાઇપના દર્દી હોવાથી તેઓ તમામ સાજા થઇ ગયા હતા, અમદાવાદના લોકોના પ્રવેશ પર નિયંત્રણ રખાશે. સૂત્રો કહે છે કે ઇરાનમાંથી જે લોકો આવ્યા છે તે ખતરનાક એલ-પ્રકારના વાયરસના વાહકો છે.

ગાંધીનગરમાં કોરોના પોઝિટીવ કેસોની કુલ સંખ્યા ૩૬ પર પહોંચી છે ત્યારે સરકારની ચિંતામાં વધારો થયો છે. અમદાવાદથી આવતા વ્યકિતઓનું સંક્રમણ ના થાય તેની તકેદારી રાખવાની સૂચના જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને આપવામાં આવી છે. ગાંધીનગરમાં અત્યાર સુધીમાં માત્ર બે મોત થયાં છે. ૧૨ વ્યકિતઓ ડિસ્ચાર્જ થયાં છે. બીજી તરફ અમદાવાદમાં દિન પ્રતિદિન કેસોની સંખ્યા વધતી જાય છે. મંગળવારે એક જ દિવસમાં ગાંધીનગરમાં પોઝિટીવ કેસોની સંખ્યા ૬ થઇ છે. ગાંધીનગરની જોડતી સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓની સરહદો પર પોલીસનો બંદોબસ્ત તો ગોઠવવામાં આવ્યો છે પરંતુ હવે ગાંધીનગરમાં પ્રવેશવાના તમામ માર્ગેા પર વધારે કડક ચેકીંગ કરવાની સૂચના આપવામાં આવેલી છે. ખાસ કરીને અમદાવાદમાંથી આવતા લોકો પર નિયંત્રણ આવે તેવી સિસ્ટમ ગોઠવવામાં આવી રહી છે.

આમ પણ રાજયના સામાન્ય વહીવટ વિભાગે તાજેતરમાં આદેશ કર્યો છે કે, ગાંધીનગરમાં સરકારી નોકરી માટે આવતા અમદાવાદના કર્મચારીઓને ૩જી મે સુધી પ્રવેશવા પર પ્રતિબધં મૂકવામાં આવ્યો છે. તેમને કહેવામાં આવ્યું છે કે તેઓ વર્ક ફ્રોમ હોમથી કામ કરે, તેમને ગાંધીનગરની ઓફિસમાં આવવાની જર નથી. હમણાં જ નર્મદા નિગમની કચેરીમાં એક કર્મચારીનો કેસ પોઝિટીવ આવતાં સચિવાલયમાં તકેદારી વધારી દેવામાં આવી છે