આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ગાંધીનગર

ગાંધીનગરમાં કોરોનાના કારણે પ્રથમ મોત નોંધાયું છે. કોરોના પોઝિટિવ પૌત્રના સંપર્કમાં આવેલા 84 વર્ષીય દાદાનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. રાજકોટના જંગલેશ્વરમાં વધુ પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરાના નાગરવાડાના સૈયદપુરામાં રાત્રે 17 પોઝિટિવ કેસ આવ્યા છે. કચ્છના માધાપરમાં કોરોના પોઝિટિવ વૃદ્ધની પત્ની તથા પુત્રવધૂનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ સાથે કચ્છમાં કુલ 4 કોરોના પોઝિટિવ કેસ થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 100 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. એક સાથે વધુ 17 પોઝિટિવ કેસ આવતા વડોદરાના નાગરવાડા વિસ્તારને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદમાં ગુરુવારે એક જ દિવસમાં કોરોનાના 58 પોઝિટિવ કેસ નોંધાયા હતા. ખાસ કરીને દાણીલીમડાનો સફી મંજિલ વિસ્તાર કોરોનાનું એપી સેન્ટર રહ્યું હતું. અહીં એક વ્યક્તિનો ચેપ 30ને લાગ્યો હતો. ગુરુવારે નોંધાયેલા તમામ કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. 58 કેસમાંથી 30 કેસ સફી મંજિલ વિસ્તારના છે. અગાઉ અહીં એક પોઝિટિવ કેસ મળતા સમગ્ર વિસ્તારને ક્લસ્ટર કવોરન્ટાઈન કરાયો હતો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code