ગાંધીનગર: જીવનજરૂરી વસ્તુઓ ઘરે પહોંચાડશે, દુકાનો, મોલ બંધ

અટલ સમાચાર, ગાંધીનગર કોરોના વાયરસ ને લઇ ગાંધીનગર કોર્પોરેશન દ્વારા વિશેષ વ્યવસ્થા ઉભી કરવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાકીદની બેઠક બોલાવીને આદેશ કરવામાં આવ્યા હતા. જે અનુસાર આજે ૨૬ માર્ચથી ગાંધીનગરમાં એક પણ દુકાન ચાલુ નહીં કરવામાં આવે. જીવન જરુરિયાતની વસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજી, અને કરિયાણાની સુવિધાઓ તમામ નાગરિકોને ઘરે- ઘરે જઈને પૂરી પાડવામાં આવશે.
 
ગાંધીનગર: જીવનજરૂરી વસ્તુઓ ઘરે પહોંચાડશે, દુકાનો, મોલ બંધ

અટલ સમાચાર, ગાંધીનગર

કોરોના વાયરસ ને લઇ ગાંધીનગર કોર્પોરેશન દ્વારા વિશેષ વ્યવસ્થા ઉભી કરવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાકીદની બેઠક બોલાવીને આદેશ કરવામાં આવ્યા હતા. જે અનુસાર આજે ૨૬ માર્ચથી ગાંધીનગરમાં એક પણ દુકાન ચાલુ નહીં કરવામાં આવે. જીવન જરુરિયાતની વસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજી, અને કરિયાણાની સુવિધાઓ તમામ નાગરિકોને ઘરે- ઘરે જઈને પૂરી પાડવામાં આવશે.

એસોસિએશન સાથે ચર્ચા-વિચારણાકરીને આજે ૨૬ માર્ચથી આ પ્લાન અમલી કર્યો હતો. આજથી એક પણ દુકાન એક પણ માર્ટ કે મોલ ચાલુ નહી રાખવામાં આવે, દુકાન બહાર મોબાઈલ નંબર લખવાના રહેશે.

લોકો ઘર બહાર ન નીકળે તે માટે આજથી ઘરે- ઘરે જઈને જીવન જરૂરી વસ્તુઓ પહોંચાડવામાં આવશે. આગળથી માલ સપ્લાય કરવાની જવાબદારી કોર્પોરેશનને માથે લીધી છે. સવારે ૫ થી ૮ દરમ્યાન દૂધ પહોંચાડવાની રહેશે. તેમ જ જીવન જરૂરી વસ્તુઓ સાથે અંદાજે ચારથી આઠ જેટલા છોટાહાથી ઓ વિવિધ વિસ્તારોમાં ફેરવવામાં આવશે અને ઘરે ઘરે વસ્તુઓ પહોંચાડાશે.