ગાંધીનગર: વિરોધ પ્રદર્શન કરતા ચાવડા-ધાનાણી સહિત કાર્યકરોની અટકાયત

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટને લઇને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજભવન ખાતે દેખાવ અને ધરણાં કાર્યક્રમ પહેલા જ કોંગ્રેસના નેતાઓની અટકાયત કરી દેવામાં આવી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત કાર્યકરોની અટકાયત કરવામાં
 
ગાંધીનગર: વિરોધ પ્રદર્શન કરતા ચાવડા-ધાનાણી સહિત કાર્યકરોની અટકાયત

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટને લઇને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજભવન ખાતે દેખાવ અને ધરણાં કાર્યક્રમ પહેલા જ કોંગ્રેસના નેતાઓની અટકાયત કરી દેવામાં આવી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજસ્થાનમાં રાજકીય પરિસ્થિતિ સામે પ્રદેશ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવોના બેનર સાથે વિરોધ કરાયો હતો. જો કે રાજભવન ખાતે દેખાવ અને ધરણાં કાર્યક્રમ પહેલા નેતાઓની અટકાયત કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજસ્થાની રાજકીય પરિસ્થિતિને લઇને નિવેદન આપતાં કહ્યું કે, અમને રસ્તા પર વિરોધ કરતા રોકવામાં આવી રહ્યાં છે. ભાજપ સરકારના ઇશારે પોલીસે અટકાયત કરી છે. જ્યારે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, ભાજપ સત્તાના મદમાં ભાન ભૂલી ચૂકી છે. અમે લોકશાહી બચાવવા પ્રદર્શન કરી રહ્યાં છે.