ગાંધીનગર: તરબૂચ ખાધા બાદ, પરિવારને ફૂડ પોઇઝનિંગ, 2 બાળકોનાં મોત

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં કોરોના વાયરસનાં કહેર સાથે ગરમીનો પ્રકોપ પણ વધી જ રહ્યો છે. ત્યારે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરનાં જમીયતપુરા ગામમાં ઇંટોનાં ભઠ્ઠામાં રહેતા મજૂર બિપિનભાઇ વર્માનાં પરિવારને તરબૂચ ખાધા પછી ફૂડ પોઇઝનિંગ થઇ ગયું હતું. જે બાદ તેમની સારવાર પણ કરાવવામાં આવી. જોકે, સારવાર દરમિયાન પરિવારનાં બે બાળકોનાં મોત
 
ગાંધીનગર: તરબૂચ ખાધા બાદ, પરિવારને ફૂડ પોઇઝનિંગ, 2 બાળકોનાં મોત

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં કોરોના વાયરસનાં કહેર સાથે ગરમીનો પ્રકોપ પણ વધી જ રહ્યો છે. ત્યારે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરનાં જમીયતપુરા ગામમાં ઇંટોનાં ભઠ્ઠામાં રહેતા મજૂર બિપિનભાઇ વર્માનાં પરિવારને તરબૂચ ખાધા પછી ફૂડ પોઇઝનિંગ થઇ ગયું હતું. જે બાદ તેમની સારવાર પણ કરાવવામાં આવી. જોકે, સારવાર દરમિયાન પરિવારનાં બે બાળકોનાં મોત નીપજ્યાં છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગાંધીનગરના જમીયતપુરા ગામમાં કનુભાઇ પટેલનાં ઇંટોનાં ભઠ્ઠામાં રહેતા બિપીનભાઇ, પત્ની ગુંજાબેન તેમજ પાંચ વર્ષનો યુવરાજ, ત્રણ વર્ષની કાવ્યા અને 3 મહિનાની કાવિશા સાથે રહે છે. ગત શનિવારે પરિવારે તરબૂચ ખાધું હતું. જે બાદ આ પરિવારની રાતે તબિયત બગડતા ઝાડા, ઉલટી થયા હતાં. જેની જાણ ગામનાં એક મોભીને થતાં તેમને તાત્કાલિક સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઇ જવામાં આવ્યાં હતાં. જ્યાં જાણ થઇ કે, તેમને ફૂડ પોઇઝનિંગ થયું છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આ આખી વાતની જાણ થતાં પરિવાર જે ઇંટોનાં ભઠ્ઠામાં કામ કરતા હતાં ત્યાનાં માલિક આવીને ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં લઇ ગયા હતાં. જ્યાં સારવાર દરમિયાન પાંચ વર્ષનો યુવરાજ અને ત્રણ વર્ષની કાવ્યાનું મોત નીપજ્યું હતું. જ્યારે બિપીનભાઇ, પત્ની અને તેમની ત્રણ મહિનાની દીકરી સારવાર હેઠળ છે.