File Photo
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ગાંધીનગર

ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બાને આગ લગાડવાના બનેલા બનાવમાં વારસદારોને સહાય રૂપ થવા સરકારે નિર્ણય લઇ વારસદારોને રૂપિયા પાંચ લાખની સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો છે. આ માટે રૂપિયા 260 લાખની સહાય મુખ્યમંત્રી રાહતફંડમાંથી ચૂકવવામાં આવશે.તેવું ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહયુ હતુ. ગુજરાત વડી અદાલતના ક્રિમીનલ અપીલ નં. ૫૫૬/૨૦૧૧માં તા.૦૯/૧૦/૨૦૧૭ના ચુકાદાથી તા.૨૭/૦૨/૨૦૦૨ના રોજ ગોધરા રેલવે સ્ટેશન ખાતે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બાને આગ લગાડવાના બનેલ બનાવમાં મૃત્યુ પામેલાના વારસદારોને તથા ઈજાગ્રસ્ત થયેલા તમામને સહાય ચુકવવા આદેશ કર્યો છે. જે ચુકાદા અનુસાર, ગોધરાના બનાવમાં મૃત્યુ પામેલ વ્યક્તિઓના વારસદારોને રાજ્ય સરકાર દ્વારા રૂ. ૫ લાખ તથા રેલ્વે મંત્રાલય દ્વારા રૂ. ૫ લાખ ચુકવવાના થાય છે. જે અનુસાર રાજ્ય સરકારે તમામ મૃતકોના વારસદારોને રૂ. પાંચ લાખ સહાય ચુકવવાનો નિર્ણય કર્યો છે.
તેમણે ઉમેર્યુ કે, ગોધરાના આ દુ:ખદ બનાવમાં કુલ ૫૯ વ્યકિતઓ મૃત્યુ પામ્યા હતા. તે પૈકી કુલ ૫૨(બાવન) વ્યક્તિઓની ઓળખ થઇ છે અને ૭ વ્યક્તિઓની ઓળખ થઇ નથી. મૃત્યુ પામેલા કુલ 52ના વારસદારોને રૂ. ૫ લાખ લેખે કુલ રૂા. ૨૬૦ લાખની સહાય ચુકવવા માટે મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરીટીના હવાલે નાણાં મુકવામાં આવ્યા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code