ગાંધીનગર: લ્યો બોલો! દેશની સુરક્ષા કરતા જવાનોના સ્વાસ્થ્ય સાથે છેડા
અટલ સમાચાર,ગાંધીનગર રાજ્યમાં કૌભાંડો ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા. એક પછી એક કૌભાંડ સામે આવતા રાજ્ય સરકારની શાખ દાવ પર લાગી છે. હવે આ કૌભાંડના ભરડામા દેશની સુરક્ષા કરતા જવાનોનો વારો આવ્યો છે. ગાંધીનગર ખાતેના બીએસએફ કેમ્પમાં 170 કિલો નકલી ઘી પધરાવાવનું કૌભાંડ સામે આવ્યું છે. ગાંધીનગર નજીક આવેલા બીએસએફ કેમ્પમાંથી નકલી ઘીનો જથ્થો
May 29, 2019, 18:15 IST

અટલ સમાચાર,ગાંધીનગર
રાજ્યમાં કૌભાંડો ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા. એક પછી એક કૌભાંડ સામે આવતા રાજ્ય સરકારની શાખ દાવ પર લાગી છે. હવે આ કૌભાંડના ભરડામા દેશની સુરક્ષા કરતા જવાનોનો વારો આવ્યો છે. ગાંધીનગર ખાતેના બીએસએફ કેમ્પમાં 170 કિલો નકલી ઘી પધરાવાવનું કૌભાંડ સામે આવ્યું છે.
ગાંધીનગર નજીક આવેલા બીએસએફ કેમ્પમાંથી નકલી ઘીનો જથ્થો મળી આવ્યો છે. આ નકલી ઘીની તપાસ કરતા અમૂલ કંપનીના નામથી આ નકલી ઘી હોવાનું સામે આવ્યું છે. અમૂલ ડેરીએ આ ઘીના રિપોર્ટ કર્યા બાદ આ ઘી નકલી હોવાનું સામે આવ્યું છે.
અમૂલ કંપનીએ નકલી ઘી હોવાનું કહેતા કેમ્પના આસિસન્ટ કમાન્ડટે ચિલોડા પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. ત્યારે કેમ્પમાં ઘીનો જથ્થો પહોંચાડનાર અમદાવાદના કાલુપુરના શેરાવાલી ટ્રેડર્સ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.