ગાંધીનગર: LIC એજન્ટોએ CM રાહતફંડમાં 2.51 લાખનો ચેક અર્પણ કર્યો

અટલ સમાચાર, મહેસાણા (મનોજ ઠાકોર) કોરોના મહામારી વચ્ચે ઉત્તર ગુજરાતના ગાંધીનગર ડિવિઝન વિભાગના એલ.આઇ.સી.એજન્ટો કોવિડ 19 અંતર્ગત રૂ.2,51000નો ફાળાનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમા અર્પણ કર્યો છે. જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને રૂ.2,51,000નો ડી.ડી વેસ્ટર્ન ઝોનના સેક્રેટરી અશોકભાઇ પટેલ દ્રારા અર્પણ કરવામા આવ્યો હતો. સમગ્ર દેશમાં કોરોના મહામારી સામે લડવા અને આર્થિક મદદ કરવા ઘણી
 
ગાંધીનગર: LIC એજન્ટોએ CM રાહતફંડમાં 2.51 લાખનો ચેક અર્પણ કર્યો

અટલ સમાચાર, મહેસાણા (મનોજ ઠાકોર)

કોરોના મહામારી વચ્ચે ઉત્તર ગુજરાતના ગાંધીનગર ડિવિઝન વિભાગના એલ.આઇ.સી.એજન્ટો કોવિડ 19 અંતર્ગત રૂ.2,51000નો ફાળાનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમા અર્પણ કર્યો છે. જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને રૂ.2,51,000નો ડી.ડી વેસ્ટર્ન ઝોનના સેક્રેટરી અશોકભાઇ પટેલ દ્રારા અર્પણ કરવામા આવ્યો હતો.

ગાંધીનગર: LIC એજન્ટોએ CM રાહતફંડમાં 2.51 લાખનો ચેક અર્પણ કર્યો

સમગ્ર દેશમાં કોરોના મહામારી સામે લડવા અને આર્થિક મદદ કરવા ઘણી સંસ્થાઓએ અને પ્રજાએ લોકફાળો આપેલ છે. આ તરફ ઉત્તર ગુજરાતની એલ.આઇ.સી.બ્રાન્ચોના એજન્ટોએ દેશને મદદ કરવા ફાળો એકત્રીત કર્યો હતો. જેમાં રૂ.2,51,000 ડી.ડી નાયબ મુખ્યમંત્રીને અર્પણ કરવામા આવ્યો હતો. નોંધનિય છે કે, ગાંધીનગર ડિવિઝનના વિભાગના પ્રમુખ જયંતિભાઇ મેવાડા અને મંત્રી વિષ્ણુભાઇ પટેલ દ્રારા ખુબ જ જહેમત ઉઠાવવામા આવેલ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આ ફાળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગરમાં આવેલ એલ.આઇ.સી. બ્રાન્ચના એજન્ટોએ રૂ.50,000 એકત્ર કરી સિંહફાળો નોંધાવ્યો હતો. તેમા વડનગરના એશોના પ્રમુખ આશિશ મિસ્ત્રી તથા મંત્રી વિરેન્દ્ર પંડ્યા દ્રારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.