ગાંધીનગરઃ વિધાનસભાની કેન્ટીનમાં પીરસાયેલી દાળમાં જીવડું નીકળતા ચકચાર

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતની વિવિધ રેસ્ટોરન્ટ્સ અને નામાંકિત હોટલના ફૂડમાંથી જીવાત, વંદા નીકળવાનો બનાવ બનતો હતો. ત્યારે હવે ખુદ ગુજરાત વિધાનસભાની કેન્ટીન આ લિસ્ટમાં સામેલ થઈ છે. સરકારી બાબુઓ અને રાજકીય નેતાઓને ભોજન પિરસતી ગુજરાત વિધાનસભાની કેન્ટીનનું ભોજન પણ શુદ્ધ રહ્યું નથી. વિધાનસભાની કેન્ટીનના ભોજનમાંથી જીવડું નીકળ્યું હતું. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક
 
ગાંધીનગરઃ વિધાનસભાની કેન્ટીનમાં પીરસાયેલી દાળમાં જીવડું નીકળતા ચકચાર

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતની વિવિધ રેસ્ટોરન્ટ્સ અને નામાંકિત હોટલના ફૂડમાંથી જીવાત, વંદા નીકળવાનો બનાવ બનતો હતો. ત્યારે હવે ખુદ ગુજરાત વિધાનસભાની કેન્ટીન આ લિસ્ટમાં સામેલ થઈ છે. સરકારી બાબુઓ અને રાજકીય નેતાઓને ભોજન પિરસતી ગુજરાત વિધાનસભાની કેન્ટીનનું ભોજન પણ શુદ્ધ રહ્યું નથી. વિધાનસભાની કેન્ટીનના ભોજનમાંથી જીવડું નીકળ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગાંધીનગરની વિધાનસભાની કેન્ટીનમાં સ્વચ્છતાના મામલે છીંડા જોવા મળ્યા છે. ત્યારે હવે ગુજરાત વિધાનસભાની કેન્ટીમાં જીવડું નીકળ્યું છે ત્યારે કેવા પગલા લેવાય છે તે જોઈએ. કેન્ટીનમાં લોકોને પીરસાયેલી દાળમાંથી જીવડું નીકળતા ચકચાર મચી જવા પામી છે. કેન્ટીનના કોન્ટ્રાક્ટરના મેનેજરે જીવડું નીકળ્યાનો સ્વીકાર પણ કર્યો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, તાજેતરમાં જ રાજ્યના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને તમામ ડેઝીગ્નેટેડ અધિકારીઓને હોટલો, કેન્ટિન અને રેસ્ટોરાંમાં જઇ તાત્કાલિક તપાસ કરવાનું જણાવવામાં આવ્યું હતું. તેમજ રેસ્ટોરન્ટ અને કેન્ટિનનના રસોડાની બહાર જેવા બોર્ડ માર્યા હોય, તો તેને દૂર કરાવવાના રહેશે. આ ઉપરાંત રસોડું સ્વચ્છ રાખવા જાણ કરવી. આ સિવાય ગ્રાહકો રસોડાની અંદરની સ્થિતિ કેવી છે? તે જોઈ શકે તેવી બારીઓ અને દરવાજા રાખવા માટે હુકમમાં જણાવાયું છે. જેને પગલે કોઈ પણ ગ્રાહક હવે રેસ્ટોરન્ટમાં આવેલ રસોડામાં જઈને સ્વચ્છતાની તપાસ પણ કરી શકશે.