આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ગાંધીનગર

તાજેતરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવી ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર બનેલા પ્રવીણ પટેલે ગુરૂવારે વેલેન્ટાઈન ડે એ જ રાજીનામું આપી દીધું હતુ. તેમણે મેયરની સાથે કોર્પોરેટર તરીકે પણ રાજીનામું આપી સત્તાધારી ભાજપને ઝાટકો આપ્યો છે. છેલ્લે યોજાયેલી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં થયેલા હોબાળા પછી ચાલી રહેલા કોર્ટ કેસ વચ્ચે કોઈ ચુકાદો આવે તે પહેલા જ પ્રવીણ પટેલે રાજીનામું આપતા પાટનગરમાં રાજકીય ચકચાર મચી જવા પામી છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ત્રણ વર્ષ પહેલા યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને ૧૬-૧૬ બેઠક આવતા રાજકીય સંકટ સર્જાયું હતું. આ સમયે કોંગ્રેસમાંથી તક નહીં મળતા મૂળ ભાજપમાંથી જ આવેલા પ્રવીણ પટેલે કોંગ્રેસને રામ રામ કરી ભાજપના સમર્થનથી મેયરની ખુરશી મેળવી લીધી હતી. આ પછી અઢી વર્ષની ટર્મ સુધી રામરાજ્ય ચલાવનાર પ્રવીણ પટેલને મેયર પદ ખાલી કરવા ભાજપ તરફથી અનેકવાર રાજકીય દબાણ કરવામાં આવ્યું હતું. જેમાં છેલ્લે યોજાયેલી સામાન્ય સભામાં નવા મહિલા મેયર અને અન્ય પદાધિકારીઓની વરણીમાં ગુજરાત હાઇકોર્ટના આદેશના કારણે મેયરનો મત અને પરિણામ પેન્ડીંગ રાખવામાં આવ્યું છે.

29 Sep 2020, 1:43 AM (GMT)

COVID-19 Global Stats

33,542,743 Total Cases
1,006,090 Death Cases
24,871,837 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code