ગાંધીનગર: મહાનગર પાલિકા પ્રાથમિક સુવિધા આપવામાં પણ નિષ્ફળ ?

અટલ સમાચાર,ડેસ્ક રાજય સરકારે ગાંધીનગરને મહાનગર પાલિકાનો વર્ષ 2010માં દરજ્જો આપ્યો હતો. એ દરમ્યાન વાસણ, વાવોલ, ધોળાકુવા, બોરીજ, લેકાવાડા, ઇન્દ્રોડા , પાલજ સહીત 7 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે મહાનગર પાલિકાની રચનાને 10 વર્ષ થવા છતાં પણ ગામડાઓ શહેરી સુવિધાઓથી વંચિત રહ્યા છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો ગાંધીનગરને મહાનગર પાલિકાનો
 
ગાંધીનગર: મહાનગર પાલિકા પ્રાથમિક સુવિધા આપવામાં પણ નિષ્ફળ ?

અટલ સમાચાર,ડેસ્ક

રાજય સરકારે ગાંધીનગરને મહાનગર પાલિકાનો વર્ષ 2010માં દરજ્જો આપ્યો હતો. એ દરમ્યાન વાસણ, વાવોલ, ધોળાકુવા, બોરીજ, લેકાવાડા, ઇન્દ્રોડા , પાલજ સહીત 7 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે મહાનગર પાલિકાની રચનાને 10 વર્ષ થવા છતાં પણ ગામડાઓ શહેરી સુવિધાઓથી વંચિત રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

ગાંધીનગરને મહાનગર પાલિકાનો દરજ્જો મળે તે માટે ગાંધીનગરના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું, જેને પરિણામે રાજય સરકારને કમને ગાંધીનગરની પ્રજાને મહાનગર પાલિકાનો દરજજો તો આપ્યો પણ અધિકારીઓ નહિ આપવાને પરિણામે ગાંધીનગર શહેર અને ગામડાની પ્રજા સમસ્યાઓનો સામનો કરી રહી છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહીત પ્રધાનોના નિવાસ સ્થાનથી અડીને આવેલા બોરીજ ગામમાં પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે. બોરીજ ગામમાં અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ વ્યવસ્થા ન હોવાને લીધે ખુલ્લામાં ગટરનું પાણી છોડી દેવાય છે. જેનું સીધું કનેક્શન સાબરમતી નદીમાં કરી દેવાયું છે જેના લીધે સાબરમતી નદી પ્રદુષિત બની રહી છે. પણ મહાનગર પાલિકાના અધિકાર ક્ષેત્રમાં ન હોવાથી તેઓ પ્રશ્ન ઉકેલ લાવી શકે તેવી સ્થિતિમાં નથી.

આ બાબતે વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાએ કહ્યું હતું કે, ગાંધીનગર મહાનગર પાલિકામાં વર્ષ 2010થી સાત ગામોનો સમાવેશ કરવા છતાં તેમને પ્રાથમિક સુવિધાઓનો પણ લાભ મળ્યો નથી. આજે પણ ગામડાઓમાં ખુલ્લામાં ગટર ઉભરાવવી, કચરોના ઢગલાઓ ઠેર ઠેર સામાન્ય બની ગયા છે. પીવાની પાણીની સમસ્યા પણ બીજેપીના શાસકો ઉકેલી શકયા નથી.

ગાંધીનગર મહાનગર પાલિકામાં સમાવિષ્ટ થયેલા ઇન્દ્રોડા ગામમાં ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન બનાવવામાં તો આવ્યું છે. પણ તેનું યોગ્ય મેઇન્ટેન્સ ન થવાને લીધે ત્રણમાંથી બે મોટર બંધ હાલતમાં છે, જેને પરિણામે ઇન્દ્રોડા ગામમાં ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. જેનું સીધું કનેક્શન ઇન્દ્રોડા પાર્કમાં ગેરકાયદેસર રીતે કરીને પાણી ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે, જેનાથી ગ્રામજનો પરેશાન થઇ રહ્યા છે. અનેક વખત ગામ લોકોએ મહાનગર પાલિકાના અધિકારીઓ અને સ્થાનિક સત્તાવાળાઓને રજુઆત કરી છે, પણ તેનું કોઈ પરિણામ આવ્યું નથી તેમ કોંગ્રેસના કોર્પોરેટર હસમુખ પરમારે કહ્યું હતું.

આગામી સમયમાં ગાંધીનગર મહાનગર પાલિકામાં પેથાપુર નગરપાલિકા ઉપરાંત સરગાસણ, રાયસણ, કોબા સહીતના ગામોનો સમાવેશ કરવાની શહેર વિકાસ વિભાગે હિલચાલ હાથ ધરી છે. જેને લઇને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. 9 વર્ષ કરતા વધુ સમયથી સમાવિષ્ટ થયેલા ગામોને જીએમસી કે પાટનગર યોજના વિભાગ ગટર પાણી રસ્તા, બાગબગીચા, રંગ મંચ સહીતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં નિષ્ફળ ગયું છે, ત્યારે આગામી સમયમાં સફાઈ સિવાય કોઈ જ અધિકાર ન ધરાવતું મહાનગર પાલિકા લોકોને સુવિધા પુરી પાડી શકશે કે કેમ તેને લઇ અનેક સવાલો લોકો ના મનમાં ઉઠી રહ્યા છે.