આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

જમ્મુ-કાશ્મીરના પુલવામાં થયેલ આતંકી હુમલામાં દેશના 40 જવાનો શહીદ થયા બાદ દેશમાં આક્રોશ ફેલાયો છે. અને ઠેર ઠેર પ્રદર્શન સાથે પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગી રહ્યા છે.ભારતની 100થી વધુ વેબસાઈટ હેક થઈ હોવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ગુજરાત રાજ્યની પણ કેટલીક કંપનીઓની વેબસાઇટ હોવાની સંભાવના છે.પાકિસ્તાને હવે ભારત સાથે સાયબર વોર શરૂ કર્યું છે. ભારતની 100થી વધુ વેબસાઈટ હેક થઈ હોવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જાણકારો અનુસાર આ વેબસાઈટ પાકિસ્તાની હેકરે હેક કરી હોઇ શકે છે. હેક કરાયેલી વેબસાઈટમાં હથિયારો સાથે આતંકીનો ફોટો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપતા અભદ્ર શબ્દોનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે. ગુજરાત ભાજપના કેટલાક નેતા સહિત સ્વૈચ્છિક સંસ્થાઓ અને મેડિકલ ક્ષેત્રની વિવિધ વેબસાઈટ પણ હેક થઈ છે.

ઉલ્લેખનીય છે કે, ગત રોજ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની વેબસાઇટ હેક કરાઇ હતી. પાક. વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે જણાવ્યું હતું કે ઘણા દેશોના યુઝર્સે સાઇટ ન ખુલવાની ફરિયાદ કરી છે. હાલ તેમની આઇટી ટીમે વેબસાઇટ ફરીથી ચાલુ કરી દીધી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code