ગાંધીનગર: ટોટાણાને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા મુખ્યમંત્રીને રજૂઆત

અટલ સમાચાર સુઇગામ, (દશરથ ઠાકોર) કાંકરેજ તાલુકાના ટોટાણા ધામ ખાતે આવેલ સંત સદારામ ધામને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા અને બાપુના નામે સંસ્થા ગ્રાન્ટેડ કરવા માટે મંગળવારે ટોટાણા સંત સદારામ સેવા આશ્રમના સંત દાસબાપુ , કાંકરેજના ધારાસભ્ય કિર્તિસિહ વાઘેલા , સિદ્ધપુર ના ધારાસભ્ય ચંદનજી ઠાકોર, વાવના ધારાસભ્ય ગેનિબેન ઠાકોર, બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર, થરા માર્કેટયાર્ડના ચેરમેન
 
ગાંધીનગર: ટોટાણાને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા મુખ્યમંત્રીને રજૂઆત

અટલ સમાચાર સુઇગામ, (દશરથ ઠાકોર)

કાંકરેજ તાલુકાના ટોટાણા  ધામ ખાતે આવેલ સંત સદારામ ધામને  પ્રવાસન  ધામ તરીકે વિકસાવવા અને બાપુના નામે સંસ્થા ગ્રાન્ટેડ કરવા માટે મંગળવારે  ટોટાણા સંત સદારામ સેવા આશ્રમના સંત  દાસબાપુ , કાંકરેજના ધારાસભ્ય કિર્તિસિહ વાઘેલા , સિદ્ધપુર ના ધારાસભ્ય ચંદનજી ઠાકોર,  વાવના  ધારાસભ્ય ગેનિબેન ઠાકોર,  બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર,  થરા માર્કેટયાર્ડના ચેરમેન અણદાભાઈ  પટેલ, કાંકરેજ તાલુકા ઠાકોર સમાજ કેળવણી મંડળ ઠાકૉર ના  પ્રમૂખ ભૂપતજી  ઠાકોર, પૂર્વ ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર , ધવલસિંહ ઝાલા,  કાંકરેજ તાલુકા ભાજપ  ના પૂર્વ પ્રમૂખ ઈશ્વરભાઈ  પટેલ, વિનોદજી ઠાકોર,  ટોટાણા ના સરપંચ રાયચંદજી ઠાકોર ,  રસીક્જી  ઠાકોર, કરમશીભાઈ ભરવાડ, સહિત  ભાજપ કોંગ્રેસ ના ધારાસભ્યો અને આગેવાનૉએ રાજયના  મુખ્ય મંત્રી વિજયભાઈ  રુપાણી ને વિધાનસભા મા મળ્યા હતા અને મળી ને પુજય સદારામ બાપુ ની પ્રતિમા  ભેટ આપી હતી અને ટોટાણા ધામ ને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા તેમજ બાપુ નામ કાયમી શિક્ષણ કાર્ય સાથે હતું તેથી તેમના નામે સદારામ યૂનિવર્સિટી અને સદારામ કન્યા છાત્રાલયો બાંધવામા આવે તેવી રજૂઆત કરી હતી.

મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, પુજ્ય સદારામ બાપાનુ નામ અને તેમના વિચારો જીવંત રાખવા માટે સરકાર કટીબધ્ધ છે.હું બાપુના બ્રહ્મલીન પ્રસંગે ટોટાણા આવ્યો ત્યારે પણ મેં આ અંગે જણાવ્યું હતું.ટૂંક સમયમાં બાપુના સેવકો પાસે વધુ ચર્ચા કરી શું કરી શકાય તે જાણી ઘટતું કરીશું .