આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, બેચરાજી

ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા બેચરાજી ખાતે દારૂની રેડ પાડવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. મામી નામથી જાણીતા બુટલેગરને ત્યાં પોલીસે દરોડો પાડી સવા લાખથી વધુ કિંમતનો દારૂ પકડ્યો છે. જેને પગલે સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હોવાનું સામે આવ્યુ છે.

બરાબર ચૂંટણી ટાણે અને ચૈત્રી પૂનમના મેળા પહેલાં બેચરાજી પોલીસની આબરૂમાં બાકોરૂ પડ્યું છે. સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે બેચરાજીના મામીને ત્યાં રેડ પાડી છે. મોડી સાંજ સુધી ચાલુ રહેલી તપાસ કાર્યવાહીમાં પોલીસને 1 લાખ 32 હજારનો દારૂ મળી આવ્યો હતો. સમગ્ર મામલે સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના ઓપરેશન પાર પાડતા કોઈ કર્મચારીની વિકેટ પડે તો નવાઈ નહિ.

સુત્રોએ જણાવ્યું હતું કે, બુટલેગર મામી અગાઉ પણ અનેકવાર દારૂ બાબતે પોલીસ ચોપડે નોંધાઈ ગયા છે. સ્ટેટ મોનિટરીંગ સેલની કાર્યવાહીને પગલે સ્થાનિક પોલીસ સામે આશંકાને બળ મળ્યું છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code