આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ગાંધીનગર

લોકસભા ચૂંટણીના સાથે 4 વિધાનસભા બેઠકોની પણ પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપના ચારેય ઉમેદવારોની ભવ્ય જીત થઇ હતી. ભાજપના ચાર નવા ધારાસભ્યોએ આજે વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરમાં પદ અને ગોપનિયતાના શપથ લીધા હતા. આ ચાર નવા સભ્યો કેબિનેટ મંત્રી જવાહર ચાવડા, આશાબેન પટેલ, રાઘવજી પટેલ અને પરસોત્તમ સાબરીયા છે.

atalsamachar

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ચારેય નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા. જેમાં માણાવદરના ભાજપના ધારાસભ્ય જવાહર ચાવડાએ અંગ્રેજીમાં જ્યારે અન્ય ત્રણ ધારાસભ્યોએ ગુજરાતીમાં શપથ લીધા હતા. ત્યારે ભાજપના 4 ધારાસભ્યોની શપથવિધિમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યાં હતા.

college danodarada

નવા ચૂંટાયેલા સભ્યોએ ધારાસભ્ય તરીકેની શપથ લેવાના હોય છે અને તે જ દિવસથી તેઓ પ્રજાના ચૂંટાયેલા સેવક બને છે. પાંચ વર્ષ માટે ધારાસભ્ય તરીકને તમામ હક્ક અને લાભ મળે છે તો સાથે જ પ્રજાના કામો પણ કરવાના રહે છે. મંગળવારે સવારે આ ચારેય નવા સભ્યોને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની હાજરીમાં શપથ લીધા અને તેમાં ભાજપના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યાં હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code