ગાંધીનગર: લોકસભામાં જીત્યા બાદ કયાં ધારાસભ્યો રાજીનામું આપશે, જાણો

અટલ સમાચાર,ગાંધીનગર લોકસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા ૪ ધારાસભ્યો આવતીકાલે વિધાનસભાનાં અધ્યક્ષને પોતાનું રાજીનામું સોંપશે. કેમ કે તેઓ હવે સાંસદ તરીકે ચૂંટાયા છે. હસમુખ પટેલ, રતનસિંહ રાઠોડ અને ભરતસિંહ ડાભી ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે. જયારે પરબત પટેલ ધારાસભ્ય અને મંત્રીપદેથી રાજીનામું આપશે. પરબત પટેલ બનાસકાંઠા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યાં છે જ્યારે ભરતસિંહ ડાભી પાટણ બેઠક
 
ગાંધીનગર: લોકસભામાં જીત્યા બાદ કયાં ધારાસભ્યો રાજીનામું આપશે, જાણો

અટલ સમાચાર,ગાંધીનગર

લોકસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા ૪ ધારાસભ્યો આવતીકાલે વિધાનસભાનાં અધ્યક્ષને પોતાનું રાજીનામું સોંપશે. કેમ કે તેઓ હવે સાંસદ તરીકે ચૂંટાયા છે. હસમુખ પટેલ, રતનસિંહ રાઠોડ અને ભરતસિંહ ડાભી ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે. જયારે પરબત પટેલ ધારાસભ્ય અને મંત્રીપદેથી રાજીનામું આપશે.

પરબત પટેલ બનાસકાંઠા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યાં છે જ્યારે ભરતસિંહ ડાભી પાટણ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયાં છે. ખેરાલુનાં ધારાસભ્ય ભરત ડાભી ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે. જયારે પરબત પટેલ ધારાસભ્ય અને મંત્રીપદેથી રાજીનામું આપશે. હસમુખ પટેલ અમદાવાદ પૂર્વ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયાં છે. જેથી તેઓ અમરાઇવાડીનાં ધારાસભ્ય છે પરંતુ તેઓ પણ ધારાસભ્ય પદેથી આવતી કાલે રાજીનામું આપશે. રતનસિંહ રાઠોડ પંચમહાલ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે જેથી તેઓ પણ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપશે.

આ સાથે અમિત શાહ અને સ્મૃતિ ઈરાની પણ રાજીનામા આપશે. ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જંગી લીડ સાથે ગાંધીનગરની બેઠક જીતી લીધી છે, તો બીજી તરફ સ્મૃતિ ઈરાનીએ પણ રાહુલ ગાંધીને હરાવીને અમેઠી બેઠક પર જીત હાંસલ કરી લીધી છે. હાલમાં આ બંને દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં રાજ્યસભાનાં સાસંદ છે. ત્યારે તેઓ લોકસભામાં જીતી જવાથી તેમને રાજ્યસભાનાં સભ્ય પદ પરથી રાજીનામુ આપવું પડશે.