આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ગાંધીનગર

ગુજરાત રાજ્યમાં ગયા વર્ષે નવરાત્રિમાં વેકેશન આપવામાં આવ્યું હતું. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે આ જાહેરાત કરી તેનો અમલ પણ કર્યો હતો. તેના એક જ વર્ષમાં રાજ્યની તમામ શાળાઓમાં નવરાત્રિનું વેકેશન રદ્દ કરવા રાજ્ય સરકાર ધ્વારા વિચારણા ચાલી રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ નવા વર્ષના શૈક્ષણિક કેલેન્ડરમાં વેકેશનના સમયગાળામાં ફેરફાર કરી શકે છે.

મહત્વનું છે કે નવરાત્રિના દિવસો દરમિયાન જ્યારે શાળાઓમાં વેકેશનની જાહેરાત કરાઈ હતી. ત્યારથી જ આ વેકેશનને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને ઘણા સ્થળોએ નવરાત્રિમાં વેકેશનનો વિરોધ પણ થયો હતો. ત્યારે શિક્ષણ વિભાગ હવે ફરી નવરાત્રિનું વેકેશન રદ કરી શકે છે.

college danodarada

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે. શાહે જણાવ્યું કે, રાજ્યની શાળાઓમાં આ વર્ષથી નવરાત્રિનું વેકેશન રદ્દ કરવા અંગેની દરખાસ્ત આવી છે. જો કે આ દરખાસ્ત ઉપર સોમવારે બેઠક થયા બાદ ચર્ચા વિચારણા કરવામાં આવશે. પરંતુ નવરાત્રિનું વેકેશન રદ્દ કરવા અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code