File Photo
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ગાંધીનગર

રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ અન્વયે કરાર પધ્ધતિથી કાર્યરત શોષિત અને પિડીત કર્મચારીઓએ પોતાની માંગણીઓ અંગે તંત્રને આવેદન પાઠવી રજુઆતો કરી હતી. જોકે તેઓની માંગણીઓ અપૂર્ણ રહેતા ૬ માર્ચથી હડતાલ પર જવાનું નકકી કર્યુ છે.

૧૯૯૭થી કરાર પધ્ધતિથી ક્ષય રોગ જેવા જીવતા બોમ્બ સાથે સતત કાર્યરત કર્મચારીઓએ છેવટે હડતાલનો માર્ગ અપનાવ્યો છે. પડતર માંગણીઓ અંગે બે દિવસમાં નિકાલ લાવવા ફરી એકવાર વિનંતી કરવામાં આવી છે. સંગઠનના અધ્યક્ષ હિમાંશુ પંડયાએ જણાવ્યુ હતુ કે, ૭ માર્ચ ના રોજ દરેક જીલ્લા સ્તરેથી થતી માસિક મિટીંગમાં રીપોર્ટીંગ કામગીરી પણ સ્થગિત કરવામાં આવશે. રાજયના તમામ જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે મિટીંગહોલમાં ગેરહાજરી દર્શાવી આંદોલનની શરૂઆત કરવામાં આવશે.

હિમાંશુ પંડયાએ આક્ષેપ કર્યો છે કે, સરકારની વહીવટી નિષ્ફળતા અને ગેરવહીવટ પાછળ ઉચ્ચ અધિકારીઓની ભુમિકા શંકાસ્પદ છે. જેના કારણે રાજયમાં અલગ-અલગ સંગઠનો ઘ્વારા આંદોલન ઉભા થઇ રહયા છે.

ઉલ્લેખનિય છે કે, નાગરિકોના આરોગ્ય હિત સંબધિત કામગીરીમાં ફરજ બજાવતા કરારબધ્ધ કર્મચારીઓની લડત સામે સરકારનો લોકસભા ચૂંટણી પહેલા લેવાનાર નિર્ણય મહત્વનો સાબિત થશે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code