ગંજ@ઊંઝા: ગૌરાંગ પટેલને મોટો ફટકો, ભાજપ સામે ભાજપની હાર ?

અટલ સમાચાર, મહેસાણા ઊંઝા ગંજબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી સત્તાની સાઠમારીનું ચિત્ર આજે સ્પષ્ટ થઈ રહ્યું છે. વર્ષોથી ગંજબજારમાં દબદબો ધરાવતા નારાયણ પટેલ અને તેમના પુત્ર ગૌરાંગ પટેલને મોટો ફટકો મળ્યો છે. આશા પટેલના સમર્થકોની જીત થઈ રહી છે. આથી 33 વર્ષથી શાસન કરતાં નારાયણ પટેલને અને પુત્રને મોટી હાર મળી છે. અબજો રૂપિયાનું ટર્નઓવર
 
ગંજ@ઊંઝા: ગૌરાંગ પટેલને મોટો ફટકો, ભાજપ સામે ભાજપની હાર ?

અટલ સમાચાર, મહેસાણા

ઊંઝા ગંજબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી સત્તાની સાઠમારીનું ચિત્ર આજે સ્પષ્ટ થઈ રહ્યું છે. વર્ષોથી ગંજબજારમાં દબદબો ધરાવતા નારાયણ પટેલ અને તેમના પુત્ર ગૌરાંગ પટેલને મોટો ફટકો મળ્યો છે. આશા પટેલના સમર્થકોની જીત થઈ રહી છે. આથી 33 વર્ષથી શાસન કરતાં નારાયણ પટેલને અને પુત્રને મોટી હાર મળી છે.

અબજો રૂપિયાનું ટર્નઓવર ધરાવતા ઊંઝા ગંજબજારમાં ભાજપના દિગ્ગજ આગેવાન સાઈડમાં થઈ રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલનાં પુત્ર ગૌરાંગ પટેલના પેનલની હાર તરફ છે. જ્યારે ભાજપના ધારાસભ્ય આશાબેનના સમર્થકોવાળી વિકાસ પેનલ જીતી રહી છે.

ઊંઝા ગંજની ચૂંટણીના સૂત્રોએ જણાવ્યું હતું કે બપોર બાદ કોને કેટલા મત મળ્યા છે તે સ્પષ્ટ થઇ જશે. જોકે વેપારી વિભાગના મતોની ગણતરીના આંકડાઓ જોતાં ગૌરાંગ પટેલ હાર તરફ જતા હોવાનું સામે આવ્યું છે. ૩૩ વર્ષના શાસન સામે આશાબેન પટેલ અને પ્રદેશ ભાજપ ગોઠવેલી બાજી સફળ રહ્યાંનુ ચર્ચાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં ઊંઝા ગંજની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપની હાર-જીતથી ઊંઝા પંથકમાં હવે નવા સમીકરણો અને નવા ચહેરાનો ઉદય થઈ રહ્યો છે.

કયા બે જૂથ વચ્ચે હતો જંગ ?

ઊંઝા ગંજબજારની ચુંટણીમાં વિકાસ અને વિશ્વાસ પેનલ વચ્ચે જંગ હતો. જેમાં વિકાસ પેનલનું નેતૃત્વ ઊંઝા ધારાસભ્ય આશા પટેલના પ્રબળ ટેકેદાર દિનેશ પટેલ કરી રહ્યા છે. જ્યારે વિશ્વાસ પેનલનું નેતૃત્વ પૂર્વ ધારાસભ્ય નારણ પટેલના પુત્ર ગૌરાંગ પટેલ કરી રહ્યા છે. આશાબેન પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપની ટીકિટથી ઊંઝા વિધાનસભાની પેટા ચુંટણીમાં જીત મેળવી છે. આ દરમિયાન આશા પટેલ અને ગૌરાંગ પટેલ વચ્ચે ઊંઝા પંથકમાં રાજકીય અસ્તિત્વની લડાઈ શરૂ થયેલી છે. ગંજબજારમાં આશાબેન પટેલના સમર્થકો જીત મેળવતા ગૌરાંગ પટેલને રાજકીય સંકટ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.