ગણપત યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારોહમાં ૬૬ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા નજીક આવેલી ગણપત યુનિવર્સિટીનો સોમવારે બપોરે વર્ષ ૨૦૧૮નો પદવીદાન સમારોહ યોજાઈ ગયો. જેમાં ૨૫૩૯ પૈકી ૬૬ વિદ્યાર્થીઓને વિવિધ શાખાઓમાં ગોલ્ડ મેડલ મળ્યા હતા. મોટાભાગના એવોર્ડમાં વિદ્યાર્થીઓ બાજી મારી ગયા છે. ગણપત યુનિવર્સિટીના સ્થાપક ચેરમેનની ઉપસ્થિતિમાં ગુજરાતના રાજ્યપાલે ૧૭૨૧ વિદ્યાર્થીઓને જ્યારે ૮૧૮ વિદ્યાર્થીનીઓને વિવિધ શાખાઓમાં એવોર્ડ એનાયત કર્યો હતો. એન્જિનિયરિંગ અને ટેકનોલોજીમા
 
ગણપત યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારોહમાં ૬૬ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા નજીક આવેલી ગણપત યુનિવર્સિટીનો સોમવારે બપોરે વર્ષ ૨૦૧૮નો પદવીદાન સમારોહ યોજાઈ ગયો. જેમાં ૨૫૩૯ પૈકી ૬૬ વિદ્યાર્થીઓને વિવિધ શાખાઓમાં ગોલ્ડ મેડલ મળ્યા હતા. મોટાભાગના એવોર્ડમાં વિદ્યાર્થીઓ બાજી મારી ગયા છે.

ગણપત યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારોહમાં ૬૬ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ

ગણપત યુનિવર્સિટીના સ્થાપક ચેરમેનની ઉપસ્થિતિમાં ગુજરાતના રાજ્યપાલે ૧૭૨૧ વિદ્યાર્થીઓને જ્યારે ૮૧૮ વિદ્યાર્થીનીઓને વિવિધ શાખાઓમાં એવોર્ડ એનાયત કર્યો હતો. એન્જિનિયરિંગ અને ટેકનોલોજીમા ૯૩૪, ફાર્મસીમાં ૭૨, કોમ્યુટર એપ્લિકેશનમાં ૫૩૧, મેનેજમેન્ટમા ૨૬૩, સાયન્સમાં ૬૦૩, શિક્ષણમાં ૩, સોશ્યલ સાયન્સમાં ૧૩૩, રિસર્ચમાં ૩૪, ડિપ્લોમાંમા ૧૨૧, ગ્રેજ્યુએટમાં ૧૫૬૪, પોસ્ટ ગ્રેજ્યુએટમાં ૮૦૨, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમામાં ૧૮ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં ૩૮ વિદ્યાર્થીઓને જ્યારે ૨૮ વિદ્યાર્થીનીઓને ગોલ્ડ મેડલ મળ્યો હતો. કાર્યક્રમમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, અધિકારીઓ અને ઉદ્યોગપતિ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ગણપત યુનિવર્સિટી સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.