ગરબડ@મહેસાણા: દૂધસાગરડેરી અને GCMMF વચ્ચે નાણાંની માથાકુટ

અટલ સમાચાર,મહેસાણા મહેસાણા સ્થિત દૂધસાગર ડેરીને GCMMF સાથે નાણાકીય વ્યવહારને લઇ માથાકુટ થઇ રહી હોવાનું સામે આવ્યુ છે. અગાઉની નાની-મોટી બબાલો વચ્ચે પશુપાલકોના રૂપિયા ફસાઇ ગયા હોવાનો ઘટસ્ફોટ વાઇસ ચેરમેને કરતા ખળભળાટ મચી ગયો છે. દૂધસંઘના મોઘજીભાઇ ચૌધરીએ રૂ. 347 કરોડ નહી મળે તો ધરણા સહિતની ચિમકી આપતા સહકારી ગરમાવો વધી ગયો છે. દૂધસાગર ડેરીને
 
ગરબડ@મહેસાણા: દૂધસાગરડેરી અને GCMMF વચ્ચે નાણાંની માથાકુટ

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા સ્થિત દૂધસાગર ડેરીને GCMMF સાથે નાણાકીય વ્યવહારને લઇ માથાકુટ થઇ રહી હોવાનું સામે આવ્યુ છે. અગાઉની નાની-મોટી બબાલો વચ્ચે પશુપાલકોના રૂપિયા ફસાઇ ગયા હોવાનો ઘટસ્ફોટ વાઇસ ચેરમેને કરતા ખળભળાટ મચી ગયો છે. દૂધસંઘના મોઘજીભાઇ ચૌધરીએ રૂ. 347 કરોડ નહી મળે તો ધરણા સહિતની ચિમકી આપતા સહકારી ગરમાવો વધી ગયો છે.

દૂધસાગર ડેરીને તાજેતરમાં કેટલાંક નિર્ણયો લેતા ચુંટણી આચારસંહિતાનો સવાલ ઉભો થયો હતો. સુત્રોએ જણાવ્યુ હતુ કે, દૂધસાગર ડેરી છેલ્લા કેટલાંક સમયથી નાણાકીય સંકટ સામે લડી રહી છે. આ તમામ ગતિવિધિ વચ્ચે સહકારીમાં રાજકીય ચંચુપાતથી અનેક નિર્ણયો અધ્ધરતાલ થઇ રહયા છે. આ દરમ્યાન દૂધસંઘના 347 કરોડ GCMMF પાસે લેવાના નીકળતા હોવાનું બહાર આવ્યુ છે. સમગ્ર મામલે દૂધસંઘના વાઇસ ચેરમેન મોઘજીભાઇ ચૌધરીએ પશુપાલકો સાથે ઘરણા ઉપર બેસવાની ચિમકી આપી GCMMFને તાત્કાલિક નાણા છુટા કરવા જણાવી દીધુ છે. જેના પગલે મહેસાણા, પાટણ અને આણંદના સહકારી આલમમાં લોકસભા ચુંટણી ટાંણે દોડધામ વધી ગઇ છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, મહેસાણા દૂધસાગર ડેરી અને ગુજરાત સહકારી દૂધ માર્કેટીંગ ફેડરેશન વચ્ચે નાણાકીય વહીવટી ગુંચવણમાં ગરબડ હોવાનું ચર્ચાઇ રહયુ છે.